તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં 4 કિલોનો ટાઈમ બોંબ પ્લાન્ટ કરનાર 4 આરોપી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં 4 કિલોનો ટાઈમ બોંબ પ્લાન્ટ કરનાર 4 આરોપી ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિવાદાસ્પદ મહિલા અને તેના પતિએ મકાનના વિવાદમાં કાવતરું રચ્યું હતું

રાજકોટના150 ફૂટ રિંગરોડ પર આવેલા ખોડિયારનગરમાં ચાર કિલોનો ટાઈમર બોંબ મળી આવ્યાની ઘટનામાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. મુખ્ય સૂત્રધાર, એક મહિલા અને તેના બે પુત્રોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મકાનનો વિવાદ થતાં ટાઈમર બોંબ બનાવી એક સાથે ચાર મકાન ઉડાવી દેવા માટે ટાઈમ બોંબ ગોઠવવામાં આવ્યો હોવાની આરોપીએ કબુલાત આપી છે.

ગત 14 ફેબ્રુઆરીએ ખોડિયારનગર શેરી નં.3માં રહેતા દલપતભાઈ વ્યાસના મકાન પાસેથી ત્રણ કિલો વિસ્ફોટક ભરેલો ચાર કિલો વજનનો ટાઈમર બોંબ મળી આવ્યો હતો. આઈઈડી પધ્ધતિથી બનાવેલો બોંબ કોણે પ્લાન્ટ કર્યો અને કારણ શું તે સંદર્ભે રાજકોટ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બે દિશામાં તપાસ ચલાવી રહી હતી.

ઘટના પાછળ આતંકવાદી કૃત્ય છે કે કેમ તેમજ અંગત અદાવતના કારણે બોંબ મૂકાયો હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ હતી. દરમિયાન પોલીસને એવી સચોટ હકિકત મળી હતી કે, જ્યાં બોંબ પ્લાન્ટ કરાયો હતો તેની બાજુમાં આવેલા મકાનમાં રહેતા દિનેશ પટેલ નામના શખ્સે મકાનના વિવાદના કારણે ટાઈમર બોંબ બનાવીને મૂક્યો હતો. સદનસીબે બોંબ ફૂટ્યો હતો જેથી મોટી જાનહાની ટળી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાલ દિનેશ પટેલની કહેવાતી પત્ની રંજન ઉર્ફે અંજુ અને તેના બે પુત્ર વિકી તેમજ જયદીપની ધરપકડ કરી છે.

...અનુસંધાન પાનાં નં.15બાબતે બુધવારે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ યોજીને સઘળી વિગતો જાહેર કરશે તેમ જાણવા મળે છે.

...અનુસંધાન પાનાં નં.15દિનેશ પટેલે મકાનના વિવાદના કારણે ટાઈમર બોંબ પ્લાન્ટ કર્યાની વિગતો સ્પષ્ટ થઈ છે. ઘટનામાં વધુ કેટલાક શખ્સોની ધરપકડ તોળાઈ રહી છે. દિનેશ પટેલ અને કહેવાતી પત્ની રંજન ઉર્ફે અંજુ પકડાયાની જાણ થતાં ખોડિયારનગર વિસ્તારના લોકોએ રિતસરનો હાશકારો અનુભવ્યો હતો. અમદાવાદ પોલીસ તમામ આરોપીઓને ગુરુવારે રાજકોટ લાવીને ઘટના સ્થળે બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો