તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોરણ 10માં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર સરળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ-10માં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર સરળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4માં શુક્રવારે બીજું પેપર હતું. જેમાં ધો.10માં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર ખૂબ સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઇ ગયા હતા, જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પણ કેમિસ્ટ્રીનું પેપર અને સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રનું પેપર અંત્યંત સરળ નીકળતા સ્કોર કરવા માગતા હોશિયાર વિદ્યાર્થીઓ રાજીના રેડ થઇ ગયા હતા.

રાજકોટ જિલ્લામાં ધો.10માં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પેપરમાં શુક્રવારે 51617 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 832 ગેરહાજર રહ્યા હતા. તેવી રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રના પેપરમાં 15819 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 229 ગેરહાજર રહ્યા હતા, તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4માં 11039 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 146 ગેરહાજર રહ્યા હતા.

ધો.-12 (સા.પ્ર.)

ધો.-12 (વિ.પ્ર.)

ધોરણ-10

એક્સ્પર્ટ ઓપિનિયન

પુસ્તકમાંથી પ્રશ્નો પૂછાયા

વર્ષેકેમિસ્ટ્રીનું પેપર વર્ષે પેપર ખૂબ સહેલું નીકળ્યું હતું. આખું પેપર ટેકસ્ટ બુક આધારિત હોય વિદ્યાર્થીઓ આસાનીથી સ્કોર કરી શકે તેવું પેપર હતું. પ્રથમ વખત પેપર સેટરે પણ કેમિસ્ટ્રીના પેપરમાં એકપણ સવાલ ટ્રીકી કરીને પૂછ્યો હતો. વિદ્યાર્થીઓ ધાર્યા મુજબના માર્કસ મેળવી શકશે. > ભાવેશરામાણી, શિક્ષક,ક્રિસ્ટલ હાઇસ્કૂલ

ટેબ્લેટ ફૂટેજના આધારે ગોંડલમાં કોપીકેસ

ગોંડલની કે.એસ.મહેતા નૂતન ગર્લ્સ હાઇસ્કૂલમાં ધો.10ની પરીક્ષામાં એક કોપીકેસ કરાયો છે ત્યારે કન્ટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યા અનુસાર ગાંધીનગરથી ટેબ્લેટના આધારે સૂચના આપતા ચેકિંગ સ્કવોડે કોપીકેસ કર્યો હતો.

બોર્ડની પરીક્ષામાં શુક્રવારે વધુ એક પેપર સહેલું અને સરળ નીકળતા વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા હતા.

વિદ્યાર્થી ધાર્યા ગુણ મેળવશે

આંકડાશાસ્ત્રનુંપેપર અત્યંત સહેલું નીકળ્યું હતું. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સૂચક આંકના પ્રશ્નોમાં મૂંઝાઇ જતા હોય છે, પરંતુ સૂચક આંકના બે પ્રશ્નો પણ ખૂબ સરળ હતા. ઉપરાંત દ્વિપદી વિસ્તરણીય, સામયિક સરણી, ગુણોત્તરના પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને આવડે તેવા અને ટેકસ્ટ બુક આધારિત પૂછાયા હતા. > અનિતાજાવિયા, શિક્ષિકા,કરણસિંહજી સ્કૂલ

પાંચ MCQ ટ્વિસ્ટ કરાયા

વિજ્ઞાનઅને ટેક્નોલોજીનું પેપર ખૂબ સરળ હતું. પેપરમાં ડાયાગ્રામના ફિગરના કારણે લેન્ધી થયું હતું અને માત્ર 5 માર્કસના એમસીક્યુ ટ્વિસ્ટ કરીને પૂછાયા હતા. પ્રથમ વખત પેપર સ્ટાઇલમાં ફેરફાર કરાયો હતો જેમાં 5 ગુણના પ્રશ્નો 3 ગુણમાં અને 3 ગુણમાં પૂછાતા પ્રશ્નો 5 ગુણમાં પૂછાયા હતા. > પરાગનાગડા, શિક્ષક,જીનિયસ સ્કૂલ

ધો.12માં કેમિસ્ટ્રી અને આંકડાશાસ્ત્રનું પેપર પણ સહેલુ નીકળ્યું

ધોરણ-10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો