તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટમનપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | દીવ-દમણખાતે ગુજરાત વાડોકાઇ દ્વારા રાજ્યકક્ષાની કરાટેની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રાજકોટના સન્સેસ જય ચૌહાણના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા કરાટેના તાલીમાર્થી 24માંથી 7 કન્યા અને 17 કુમારોએ ભાગ લીધો હતો. 11 સ્પર્ધકોએ ગોલ્ડ, 2 સ્પર્ધકોએ સિલ્વર, નવે બ્રાન્ઝ મેડલ મેળવ્યા હતા. તમામ વિજેતા ખેલાડીઓ આગામી રાષ્ટ્રીયકક્ષાની હરીફાઇમાં ભાગ લેશે. કાર્યક્રમમાં દીપકભાઇ કક્કડ, જયકરભાઇ ચોટાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.


રાજકોટ | રાજકોટમનપા દ્વારા સ્પોર્ટ્સ ફિયાસ્ટા અંતર્ગત અન્ડર-17 બેડમિન્ટન હરીફાઇનું આયોજન કરાયું હતું. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી સાપરિયા વિરાજે ગોલ્ડ પદક મેળવ્યું હતું. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્લોગન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ધોળકિયા સ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થિની દવે પલકે શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તકે તેણીને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઇ હતી. કાર્યક્રમમાં કચેરીના અધિકારીઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ડર-17 બેડમિન્ટન રમતમાં ધોળકિયા સ્કૂલના સ્પર્ધકો ઝળક્યા

રાજ્યકક્ષાની કરાટે હરીફાઇમાં રાજકોટના સ્પર્ધકોએ પદક મેળવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો