તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના કાર્યક્રમો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ લોહાણાસેવા મંડળ ટ્રસ્ટ સંચાલિતકૃષ્ણ ચિકિત્સાલય, કનક રોડ ખાતે હઠિલા દર્દો જેવા કે સાંધાનો દુખાવો, ગોઠણ, કમર દર્દ, ખભા, જૂની શરદી, આધાશીશી, પેટના રોગોની રેકી તથા સુજોક થેરાપી દ્વારા મંગળ અને શુક્રવારે સાંજે 4 થી 5 દરમિયાન સારવાર કરાશે.

{પ્રેમભિક્ષુજી મહારાજપ્રેરિત હરિનામસંકીર્તન મંડળ દ્વારા રાત્રિધૂન શનિવારે રાત્રે 10 થી 12 દરમિયાન ભનુલાલ ગોકાણી, સોમેશ્વર મહાદેવ મંદિર, વિતરાગ સોસાયટી, 150 ફૂટ રિંગ રોડ ખાતે યોજાશે.

{ શ્રીજીસર્વે જ્ઞાતિ મેરેજ બ્યુરો દ્વારાનિ:શુલ્ક સમસ્ત આહીર જ્ઞાતિના યુવક યુવતીઓ માટે પરિચય સંમેલન રવિવારે સાંજે 4 થી 8 દરમિયાન યોજાશે. વધુ વિગતો માટે કેવડાવાડી મેઇન રોડ,ગરબી ચોક, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

{ સ્મિતપ્રતીક મહિલા મંડળના સભ્યબહેનો માટે શનિવારે 4 વાગ્યે ભગવાન ભુવન વાડી ખાતે સપ્ત સૂર અંતાક્ષરીનો કાર્યક્રમ યોજાશે. સાથે લક્કી ડ્રો પણ યોજાશે. જેનો સમય 4.30 સુધીનો રહેશે.

{ રૂખડિયાહનુમાનજી મંદિર, રેલવે જંક્શન પાછળ 18મી માર્ચના સાંજે 5 થી 7 સંગીતમય સુંદરકાંડના પાઠ કરવામાંઆવશે.

{ પુનિતભજન સમાજ દ્વારા ધૂન,ભજન 18મીમાર્ચના રાતે 9.30 થી 11.30 સંત પુનિત સત્સંગ કુટિર, સાયલાનો ઉતારો, સદરમાં યોજાશે.

{ કપિલા હનુમાનજીચૈતન્યધામ, આજીનદીના કાંઠે, ભીચરી નાકા બહાર 18મી માર્ચના સાંજે 6 કલાકે બટુક ભોજન, રાતે8.30 કલાકે ચૈતન્ય મહાઆરતી અને રાતે 9.30 કલાકે રામ, રામ સ્તુતિ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.

{ યુવાસેના ટ્રસ્ટ દ્વારા ગોડાઉન રોડ, કુમારભાઇ ખીચડી સેવા કેન્દ્રમાં શનિવારે બપોરે3.30 થી 4.30 આયુર્વેદ, નાડી ચિકિત્સક ડો.કૃતિબેન પરમાર સ્ત્રી રોગ, ગર્ભ સંસ્કાર સંધિવા, પાચનની તકલીફ વગેરેમાં નિ:શુલ્ક નિદાન કરી દવા વિતરણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો