તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વોર્ડ નં.10માં સમસ્યાઓના ઢગલાં, વ્યવસ્થાતંત્ર ખાડે ગયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નં.10માં સમસ્યાઓના ઢગલાં, વ્યવસ્થાતંત્ર ખાડે ગયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાવોર્ડ નં.10ના વિસ્તારોમાં સફાઇ સહિત પ્રાથમિક સુવિધાને લગતી સમસ્યાના ઢગલાં થઇ રહ્યા છે. વિસ્તારના કોંગી કોર્પોરેટર મનસુખ કાલરિયાએ કઇ સોસાયટીમાં કઇ વ્યાપક સમસ્યા છે તેના સંખ્યાબંધ પત્રો મ્યુનિ.કમિશનરને આપવા છતાં લાંબા સમયથી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. કોંગી કોર્પોરેટરના મતવિસ્તારમાં શાસકોના ઇશારે કિન્નાખોરી દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

વોર્ડ નં.10ના કોંગી કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા મનસુખ કાલરિયાએ મ્યુનિ. કમિશનર અને વેસ્ટ ઝોનના ડેપ્યુટી ઇજનેરને વધુ એક વખત પત્ર લખી રોષ ઠાલવ્યો છે. અત્યાર સુધીમાં તેમણે કઇ સોસાયટીની કઇ સમસ્યા છે તેની જે લેખિતમાં રજૂઆતો કરેલી છે તે પત્રો પણ સાથે આપ્યા હતા. મોટાભાગના પત્રો મહિનાઓ પહેલા અપાયેલા છે. દિવસો વીતી ગયા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. મુખ્ય પ્રશ્ન ગંદકીનો છે. કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ, રૈયારોડ, યુનિવર્સિટી રોડ, શારદાનગર મેઇન રોડ પર આઇ.ઓ.સી ક્વાર્ટર રોડ, યોગીપાર્ક મેઇન રોડ, ભગતસિંહ ગાર્ડન વિસ્તાર, સત્યસાંઇ હોસ્પિટલ માર્ગ, નાનામવા મેઇન રોડ પર સહિતના વિસ્તારોમાં સફાઇનું તંત્ર સાવ ખાડે ગયું છે.

રજૂઆતમાં એવી ફરિયાદ કરવામાં આવી છે કે, એક તો વોર્ડમાં જરૂરિયાત કરતા ઓછા સફાઇ કામદારો ફાળવવામાં આવ્યા છે. કામદારોનો જે સ્ટાફ છે તેમાંથી મોટાભાગના વારંવાર ગેરહાજર રહે છે. અમુક વિસ્તારોમાં તો અઠવાડિયામાં માંડ એકવાર સફાઇ કામદાર દેખાય છે. સમસ્યાનો વહેલીતકે નિવેડો નહીં આવે તો વોર્ડના રહેવાસીઓના ટોળાંને લઇને મનપા કચેરીમાં ધામા નાખવાની ચીમકી આપી છે.

કોંગી કોર્પોરેટર કાલરિયાએ અત્યાર સુધી કરેલી લેખિત રજૂઆતની યાદી કમિશનરને આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો