તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવા હવે રાજકોટ પોલીસ મદદ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવા હવે રાજકોટ પોલીસ મદદ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલધોરણ-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવનો સામનો કરતા હોય છે. આવા સમયે વિદ્યાર્થી કોઈ અંતિમ પગલું ભરી લે અને તેમને સધિયારો મળી રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ અને વિશ્વાત્મા ઓનરરી ચાઈલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે તેમજ લોકોની જાગૃતિ માટેના શહેરમાં પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે.

બોર્ડની પરીક્ષામાં નબળા પેપર જતા કે ઓછા ટકા આવવાના ભય અથવા તો પરિવારજનોની વધુ આશા તેમજ વધારે પડતા દબાણને કારણે અનેક વિદ્યાર્થીઓ તણાવમાં સરી પડતા હોય છે. સતત તણાવમાં રહેતા વિદ્યાર્થીઓ અંતિમ પગલું ભરી લે તે માટે વિદ્યાર્થીઓને સાચુ માર્ગદર્શન અને સધિયારો મળી રહે તે હેતુથી શહેર પોલીસ અને વિશ્વાત્મા સંસ્થાના ઉપક્રમે શહેરમાં હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ તણાવનો અનુભવ કરતા હોય તેમણે હેલ્પલાઈનનો સંપર્ક કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને વિશ્વાત્મા સંસ્થાના સ્થાપક ડો. મહેશચંદ્ર હિરાણીએ અનુરોધ કર્યો છે.

તણાવના સમયમાં અહીં સંપર્ક કરો

ડો.મહેશચંદ્ર હિરાણી 9824212083

સુનીલપી. ચૌહાણ 8511851751

સલીમભાઈમકરાણી 9825416829

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શુક્રવારે હેલ્પલાઈનનો પ્રારંભ કરાવ્યો હતો.

શહેરમાં હેલ્પલાઈનનો પ્રારંભ કરાવતા પોલીસ કમિશનર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો