• Gujarati News
  • National
  • રા.લો. સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી

રા.લો. સંઘના ચેરમેન-વાઇસ ચેરમેનની આજે ચૂંટણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

રાજકોટ લોધિકા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂરી થતા 18 જાન્યુઆરીના ચૂંટણી રાખવામાં આવી છે. જો કે આ ચૂંટણી ઔપચારિક બની રહેશે. બન્ને પદાધિકારીઓને રિપીટ કરવાનું અગાઉથી નક્કી થઇ ગયું છે. વાઇસ ચેરમેન સરધારાનો પહેલા વિરોધ થયો હતો, જે શાંત થઇ થતા તેમને પણ રિપીટ કરવામાં આવશે.

રાજકોટ લોધિકા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂરી થતી હોવાથી 18 જાન્યુઆરીના ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ચેરમેન નીતિન ઢાંકેચા રિપીટ થશે, જ્યારે વાઇસ ચેરમેન મનસુખ સરધારા સામે જિલ્લા ભાજપમાં ગણગણાટ શરૂ થયો હતો, પરંતુ બાદમાં તમામ આગેવાનો સરધારાના નામ સાથે સહમત થયા હતા. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 18 જાન્યુઆરીએ સંઘની ઓફિસ ગોંડલ રોડ રાજકોટ ખાતે સાંજે 4:30 કલાકે યોજાશે. ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેક્ટર પટેલની નિમણૂક કરવામાં આવી છે. કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતા અને નફો કરતા સંઘના સુકાની બનવા માટે અમુક રાજકીય આગેવાનો અગાઉ સક્રિય થયા હતા, પરંતુ સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા પાસે પૂરતી બહુમતી હોવાથી તમામ વિરોધ શાંત પડી ગયો છે. જિલ્લા ભાજપના આગેવાનો સાથેની બેઠક બાદ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા અને વાઇસ ચેરમેન પદે મનસુખ સરધારા રિપીટ થશે. એકંદરે આજે થનારી ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી ઔપચારિક બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...