• Gujarati News
  • National
  • યુવકોને ફડાકા ઝીંકી હુમલાખોર વિઝિટિંગ કાર્ડ પણ દેતો ગયો

યુવકોને ફડાકા ઝીંકી હુમલાખોર વિઝિટિંગ કાર્ડ પણ દેતો ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસકોર્સ રિંગ રોડ પર ત્રણ મિત્રોને એક શખ્સે સામું કેમ જોવો છો તેમ કહી ફડાકા ઝીંક્યા હતા અને જતી વખતે વિઝિટિંગ કાર્ડ પણ દેતો ગયો હતો. પોલીસે કાર્ડના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતો પારસ અશોકભાઇ લાખાણી (ઉ.વ.25) અને તેના બે મિત્રો ભાવિન જગદીશભાઇ જોષી તથા દર્શન ધરજિયા મંગળવારે રાત્રે રેસકોર્સ રિંગ રોડ પર બિગબાઇટની બાજુમાં બેઠા હતા ત્યારે તેમની નજીકમાં ઊભેલો એક શખ્સ અચાનક જ પારસ પાસે ધસી ગયો હતો અને સામું કેમ જોવશ તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો. પારસે ગાળ દેવાની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સે પારસને ફડાકો ઝીંકી દીધો હતો. મિત્ર પર હુમલો થતાં ભાવિન અને દર્શન વચ્ચે પડતાં બંને યુવકને પણ ફડાકા ઝીંકી દીધા હતા.

નજીવી બાબતે ફડાકા મારનાર શખ્સે પોતાની ઓળખ એડવોકેટ એમ.કે.જાડેજા તરીકે આપી હતી અને જતી વખતે એમ.કે.જાડેજા લખેલું પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ દેતો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...