• Gujarati News
  • National
  • રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિની આજે બેઠક : 26 જાન્યુઆરીએ સમરસતા જાગૃતિ યાત્રા

રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિની આજે બેઠક : 26 જાન્યુઆરીએ સમરસતા જાગૃતિ યાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઃ રાષ્ટ્રીય ગૌરવ યાત્રાને અનુલક્ષી 18 જાન્યુઆરીના રાતે 9 કલાકે બડા બજરંગ હનુમાનજી મંદિર, 16-રામનાથપરા ખાતે બેઠક યોજાશે. રાષ્ટ્ર ગૌરવ યાત્રા 26 જાન્યુઆરીના રાજકોટના મુખ્ય માર્ગો પરથી નીકળશે. સામાજીક સમરસતાને જાગૃત કરવા અને ‘હમ સબ ભારતીય એક હૈ’ના નારા સાથે યાત્રામાં ભાઇચારા, દેશભક્તિનો સમન્વય સાધવામાં આવશે. દેશ પ્રેમ માટે સર્વેને સંકલ્પ કરાશે.યાત્રામાં 200 ફિટની ધ્વજા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. રાષ્ટ્ર પ્રેમી સંસ્થા, મંડો અને જનતાએ ઉપરોક્ત બેઠકમાં હાજર રહેવા અનુરો ધરાયો છે. યાત્રાનું આયોજન હિન્દુસ્તાન સૌરક્ષણ સંઘ, બડા બજરંગ મિત્ર મંડળ વગેરે દ્વારા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...