• Gujarati News
  • National
  • વ્યાજખોરે રૂ.1 લાખની સામે 20.50 લાખની ઉઘરાણી કરી

વ્યાજખોરે રૂ.1 લાખની સામે 20.50 લાખની ઉઘરાણી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢે સાત વર્ષ પૂર્વે નાનાભાઇની કેન્સરની સારવાર માટે 1 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે 5 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ રૂ.20.50 લાખની ઉઘરાણી કરી ખૂનની ધમકી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

લક્ષ્મીવાડીના વૃજ નિવાસ એપાર્ટમેન્ટના ત્રીજામાળે રહેતા અનિલભાઇ મનસુખભાઇ પરમારે (ઉ.વ.63) આનંદનગર ક્વાર્ટર્સમાં રહેતા મેઘદૂત શાંતિલાલ પરમાર સામે કરેલ ફરિયાદમાં જણાવ્યાઅનુસાર પોતે અગાઉ રૈયારોડ પર સેનેટરીવેર્સનો વેપાર કરતાં હતા. તેમના નાનાભાઇને કેન્સર હોવાનું નિદાન થતાં સાત વર્ષ પૂર્વે તેમની સારવાર માટે મેઘદૂત પરમાર પાસેથી રૂ.1 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. રૂ.1 લાખના બદલામાં અત્યાર સુધીમાં રૂ.5 લાખ ચૂકવી દીધા હતા.

વ્યાજખોર મેઘદૂતે પ્રૌઢ પાસેથી પ્રોમિસરી નોટ લખાવી નોટરી પાસે લખાણ કરાવી લીધું હતું અને અનિલભાઇના પત્નીની બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી, એટલું જ નહીં જુદી-જુદી બેંકના છ કોરા ચેકમાં પણ સહી કરાવી લીધી હતી અને રૂ.20.50 લાખની માગ કરી હતી, અને જો નાણાં નહીં ચૂકવે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...