• Gujarati News
  • National
  • મહિલાનું મકાન સળગાવનાર પાસામાં પૂરાયો

મહિલાનું મકાન સળગાવનાર પાસામાં પૂરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયા રોડ પર કાર સળગાવનાર શખ્સને તાજેતરમાં પોલીસે પાસામાં ધકેલ્યા બાદ વધુએક શખ્સ પાસાના પીંજરે પૂરાયો હતો. કોઠારિયા રોડ પર સિંદૂરિયા ખાણ પાસે રહેતા મયૂર ઉર્ફે મયલો બાબુલાલ પરમારે (ઉ.વ.32) કેટલાક દિવસ પૂર્વે પાડોશમાં રહેતી મહિલા સાથે ઝઘડો કરી તેના ઘર પર પેટ્રોલ છાંટી ઘરને આગ ચાંપી દીધી હતી. આ ગુનામાં મયૂર પરમારની ધરપકડ કરી હતી. અગાઉ પણ મારામારીના ગુનામાં સંડોવાઇ ચૂકેલા મયૂરને પાસામાં ધકેલવા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે વોરંટ ઇશ્યૂ કરતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ગઢવી સહિતના સ્ટાફે વોરંટની બજવણી કરી મયૂરને પાસા હેઠળ સુરત જેલહવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...