તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પડધરીમાં ચિપ લગાડેલું મૃત કબૂતર મળી આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડધરીમાં ચિપ લગાડેલું મૃત કબૂતર મળી આવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટનીભાગોળે પડધરીમાં હાઇવે પરથી ચિપ લગાડેલું મૃત હાલતમાં કબૂતર મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જાસૂસી માટે કબૂતરનો ઉપયોગ થયો હશે, કે કેમ સહિતની બાબતોનો તાગ મેળવવા પોલીસે એફએસએલની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પડધરીમાં ખજૂરા ટોલનાકા અને વંદેમાતરમ હોટેલ વચ્ચે એક કબૂતર મૃત હાલતમાં પડ્યું છે અને તેના પગ પર ચિપ લગાડવામાં આવી હોવાની કોઇ જાગૃત નાગરિકે જાણ કરતા પડધરીના પીએસઆઇ સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કબૂતરના એક પગમાં એક અને બીજા પગમાં બે ચિપ લગાડવામાં આવી છે ને ચિપ ઉપર નંબર લખવામાં આવ્યા છે, તેમજ કબૂતરની પાંખ પર અરબી ભાષામાં કોઇ લખાણ લખવામાં આવ્યું હતું.

પીએસઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કબૂતરનું પડધરી પશુ દવાખાનામાં સોમવારે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે, તેમજ ત્રણેય ચિપ રાજકોટ એફએસએલમાં મોકલવામાં આવી છે. કબૂતર પર લખવામાં આવેલા લખાણનો ભેદ ઉકેલવા પોલીસે અરબીભાષાના જાણકારની શોધખોળ શરૂ કરી હતી, તેમજ ચિપમાં શું હતું તે એફએસએલ રિપોર્ટમાં સ્પષ્ટ થશે. જાસૂસી માટે કબૂતરનો ઉપયોગ થયો હતો કે કોઇ ચોક્કસ સંદેશો ચોક્કસ વ્યક્તિ સુધી પહોંચાડવાનો હેતુ હતો, સહિતના મુદ્દા તપાસનો વિષય બન્યા છે. અગાઉ પણ આવા ભેદી કબૂતર મળ્યા છે ત્યારે કબૂતરમાં લગાડાયેલી ચિપ અને અરબીભાષાના લખાણ અંગે પડધરીના લોકોમાં અનેક ચર્ચા શરૂ થઇ હતી.

કબુતર ક્યાંથી આવ્યું? તેમજ કબુતર સાથે કેવા પ્રકારનો સંદેશો મોકલાયો છે અને સંદેશો ક્યાં પહોંચ્યો છે તેના મૂળ સુધી પહોંચવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પગમાંથી ત્રણ ચિપ મળતા તપાસનો ધમધમાટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો