Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
33 લાખના ચાંદીના દાગીના મેળવી પૈસા આપ્યા ઉપરથી ખૂનની ધમકી દીધી
શહેરનાપેડક રોડ પર ચાંદીના દાગીના બનાવવાની ફેક્ટરી ધરાવતા યુવક પાસેથી 33 લાખના દાગીના મેળવ્યા બાદ મહારાષ્ટ્રના બે ભાઇઓએ નિયત સમયે પૈસા નહીં આપી ઉપરથી ખૂનની ધમકી દેતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ચંપકનગરમાં રહેતા અને પેડક રોડ પર રવિ કિરણ કાસ્ટિંગ નામે ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ચલાવતા વિશાલભાઇ રમેશભાઇ રામાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના બેવનુર ગામના સુખદેવ પાંડુરંગ યમગર અને તેના ભાઇ તુકારામ પાંડુરંગ યમગરનું નામ આપ્યું હતું.
સુખદેવ યમગર રાજકોટમાં ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતો હતો અને તેનો ભાઇ બેવનુરમાં દાગીના વેચવાની જવાબદારી સંભાળતો હતો. પેડક રોડ પર કારખાનું ધરાવતા વિશાલભાઇ પાસેથી સુખદેવ દાગીના લઇ તેના વતન પણ મોકલતો હતો. સુખેદેવે રૂ.33 લાખની કિંમતના 75 કિલો ચાંદીના દાગીના વિશાલભાઇ પાસેથી ખરીદી રકમ થોડા સમયમાં ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ રકમ ચૂકવી નહોતી આથી વિશાલે ફોન પર સુખદેવ અને તુકારામ પાસે નાણાંની માગ કરતા બંને ભાઇઓએ ધમકી આપી હતી કે, ‘પૈસા નથી આપવા હવે જો માગીશ તો તને ત્યાં આવીને જાનથી મારી નાખીશું’.