તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાની કદર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવેણાનાિચત્રકાર રસિક વાઘેલાનું રાધાકૃષ્ણનું ચિત્ર રાજકોટ ખાતે રૂા.1,35,000માં વેચાયું છે. િબલખા સ્ટેટના રાજકુમાર દ્વારા ખરીદાયેલા ચિત્રને ત્યાં બનનારી આર્ટ ગેલેરીમાં કલાની કદરરૂપે રાખવામાં આવશે. રાજકોટ ખાતે ભાવેણા િવઝ્યુઅલ આર્ટીસ્ટ ગ્રુપ દ્વારા રંગ અને રેખાંકનનો રંગોત્સવ તેવા નામ હેઠળ ત્રિદિવસીય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રેસકોર્સ િવસ્તારમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતેના એક્ઝીબિશનમાં ભાવનગરના રસિક વાઘેલા ઉપરાંત અશોક કાલાણી, દિલિપ રાઠોડ, ધરતી રેલિયા, હિતેષ વાઢેર, ખ્યાતિ ભટ્ટ, તરૂણ કોઠારી, સહિતના ચિત્રકારોના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કલાપ્રેમી અને બિલખા સ્ટેટના રાજકુમાર કિશોરસિંહ વાળાએ રાધાકૃષ્ણના ચિત્ર ઉપર પસંદગી ઉતારી હતી અને આર્ટ ગેલેરીમાં મુકવા માટે રૂા.1,35,000માં ખરીદ્યું હતું.

અમેરિકાની આર્ટ ગેલેરી સુધી સિદ્ધિ

રસિકભાઈવાઘેલાના િચત્રો રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનાં પુસ્તકો ઉપર પસંદગી પામ્યા છે. ઉપરાંત અમદાવાદની લલિતકલા અકાદમીમાં પણ રસિકભાઈના ચિત્રો પસંદગી પામ્યા છે. મુંબઈમાં આવેલી જહાંગીર આર્ટ ગેલેરીથી માંડીને અમેરિકાની નેશનલ આર્ટ ગેલેરીમાં પણ રસિકભાઈ વાઘેલાના ચિત્રોને સ્થાન મળેલું છે.

રાજસ્થાનસ્ટેટ તરફથી પણ માગણી

^રાજસ્થાનનાએક સ્ટેટ પરિવાર તરફથી પણ ચિત્ર ખરીદવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ મારુ ચિત્ર બિલખા સ્ટેટના રાજકુમાર કિશોરસિંહ વાળાને રૂા.1,35,000માં આપવાનું નક્કી થયું છે. રકમનો ઉપયોગ કલા માટે કરાશે. > રસિકવાઘેલા, ચિત્રકાર,ભાવનગર

ભાવેણાના ચિત્રકારનું ચિત્ર રૂ. 1,35,000માં વેચાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો