Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે સાતી દ્વારા ખેતી કરી સમયની બચત કરતા આટકોટના ખેડૂત
રાજકોટજિલ્લાના આટકોટમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા અને સાથોસાથ ખેતીવાડી પણ કરતા ઘનશ્યામભાઇ હિરપરાએ આવો એક પ્રયોગ કરી પાણી અને સમયની બચત સાથે વધુ ઉપજ મેળવવા બે સાતી દ્વારા ખેતી કાર્ય કરી રહ્યા છે.
સામાન્ય રીતે ખેડૂતો એક સાતીમાં બળદ જોડીને ખેતી કરતા હોય છે અથવા તો ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે, પણ આટકોટના ઘનશ્યામભાઇને વિચાર આવ્યો કે છેલ્લાં બે વર્ષથી ઓછો વરસાદ પડી રહ્યો છે અને પાણીની તંગી સર્જાય છે ત્યારે કઇંક એવું કરવું જોઇએ કે જેનાથી ઓછા પાણીએ ખેતપેદાશના મૂળ સુધી પાણી જાય અને પાણીની સાથે સમયની બચત થાય અને વધુ ખેત ઉપજ પણ મેળવી શકાય. તેઓને માટે બીજા ખેડૂતો જેમ એક સાતીથી ખેતી કરે છે તેના બદલે બે સાતી જોડીને ખેતી કરવાનો વિચાર આવ્યો. વિચાર અમલમાં મૂકવા માટે બળુકા બળદની જરૂર હતી. માટે તેઓએ જસદણમાંથી રૂ.45 હજારની કિંમતના બે જોડી બળદ ખરીદ્યા હતા. બન્ને બળદને બે સાતીમાં જોડીને તેઓએ સફળ પ્રયોગ કર્યો છે.
શું કહે છે પ્રયોગશીલ ખેડૂત
ઘનશ્યામભાઇહિરપરા કહે છેકે, ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવે તો જમીન કઠણ થઈ જાય છે અને કૂમળા છોડના મૂળ સુધી પાણી પહોંચી શકતું નથી.બળદ દ્વારા ખેતી કરવામાં આવે તો છોડના મૂળ સુધી પાણી પહોંચી શકે છે અને લાંબો સમય સુધી પિયત થાય તો પણ વાંધો આવતો નથી. બે સાતી હોય તો 24થી 25 વીઘામાં ખેતી થઇ શકે છે. આમ સમયની પણ બચત થાય છે.