તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાઈક પરથી જંતુનાશક દવાનો છંટકાવ કરતો જિયાણાનો ખેડૂત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈક પરથી જંતુનાશક દવાનો છંટકાવ કરતો જિયાણાનો ખેડૂત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 દિવસનું કામ એક દિવસમાં પૂરું કરી શકાય તેવી ટેક્નિક શોધનાર પ્રેમજીભાઇ વેકરિયાને આત્મા ગુજરાત દ્વારા બેસ્ટ ખેડૂતનો એવોર્ડ અપાયો

જીજ્ઞેશ વૈદ| રાજકોટ

ખેતરોમાંચોમાસાની સિઝન પૂરી થયા બાદ ખેડૂતો દ્વારા ઊભા થયેલા મોલ(પાક)માં દવા છાંટવાની હોય છે ત્યારે ખેતરોમાં ખંભે પંપ રાખી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો હોય તેથી ખેત મજૂરો એક દિવસમાં વધુમાં વધુ 5 થી 6 વીઘામાં ચાલીને દવાનો છંટકાવ કરી શકતા હોય અને તેમાં ઝેરી અસર થવાથી ખેડૂતોને જીવનું જોખમ રહેતું હોય તેને ધ્યાનમાં રાખી રાજકોટ તાલુકાના જિયાણા ગામના એક ધરતીપુત્ર પ્રેમજીભાઇ રવજીભાઇ વેકરિયાએ ખેતરમાં મોટરસાઇકલ પર ફરી દવાનો છંટકાવ કરી શકાય તેવા પંપની શોધ કરી છે.

માત્ર એસ.એસ.સી. સુધી ભણેલા પ્રેમજીભાઇ વેકરિયાએ પોતાના પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઇપણ મજૂર કે ખેડૂત ખંભે દવાનો પંપ રાખી ખેતરમાં દવાનો છંટકાવ કરતા હોય છે. પંપની કેપેસિટી 15 લિટરની હોય કોઇપણ મજૂર કે ખેડૂત આખા દિવસમાં 5 થી 6 વીઘા ખેતરમાં દવાનો છંટકાવ કરી શકતો હતો. જો 50 વીઘાનું ખેતર હોય તો દવાનો છંટકાવ કરવામાં આઠથી દસ દિવસ જેટલો સમય વીતી જતો હતો. ઉપરાંત ઊભા મોલમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા મજૂરો અને ખેડૂતોને ઝેરી અસર થવાથી મૃત્યુના કિસ્સા પણ દિનપ્રતિદિન વધી રહ્યા હતા તેમજ પંપમાં પ્રેશર ઓછું હોવાથી પાકના છોડ પર પૂરી દવા કામ આપે જેથી ઓછા દિવસોના અંતરમાં બીજી વખત દવાનો સ્પ્રે કરવો પડતો હતો.

જ્યારે સૌથી મોટી સમસ્યા ખેતમજૂરોની રહેતી હતી. ખેત મજૂરો સિઝનમાં મળે તો દવાનો છંટકાવ કેવી રીતે કરવો તે સમસ્યા રહેતી હોવાથી વિચાર આવ્યો કે સમગ્ર પંપનું યાંત્રિકકરણ કરી એક દિવસમાં દવા છંટકાવ થઇ જાય તેવી શોધ કરવાનું વિચાર્યું હતું અને તેમાંથી મોટરસાઇકલમાં બેસીને ખેતરમાં ફરતા-ફરતા દવાનો છંટકાવ કરી શકાય તેવો વિચાર આવતા તે દિશામાં કામ શરૂ કર્યું હતું.

આથી પ્રથમ એવો વિચાર કર્યો કે કેટલી કેપેસિટીનો પંપ બનાવવો, પંપ સ્કૂટરમાં કેવી રીતે ફિટ કરી શકાય, કઇ જગ્યાએ કરી શકાય, પંપ અને દવાની કોઠીને મોટરસાઇકલ પર કેવી રીતે ફિટ કરી શકાય. બધા વિચારો આવ્યા બાદ સ્ટેપ બાય સ્ટેપ તેનું નિરાકરણ કર્યું હતું અને એમ-80 સ્કૂટરમાં મશીન પાસે કટોરો આવે તેમાં પુલી બનાવી તેની ઉપર પંપ જોઇન્ટ કર્યો અને તેનું કનેક્શન જંતુનાશક દવાના 30 લિટરના કેરબામાં આપ્યું. પંપમાં બન્ને બાજુ નોઝલ ફિટ કરી હતી જેથી દવાનો છંટકાવ બન્ને તરફ સાથે અને સંપૂર્ણ છોડને થઇ શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રીતે દવાનો છંટકાવ કરવાથી દવાનો બગાડ પણ ઓછો થાય છે અને ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકાય છે.

પ્રેમજીભાઇ વેકરિયાની શોધને ગુજરાત સરકારે આવકારી છે અને તેમને આત્મા ગુજરાત દ્વારા 2016માં બેસ્ટ ફાર્મા ટેક્નિકનો એવોર્ડ એનાયત કરી રૂ.25000નો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, મે બનાવેલા પંપના નિર્દશન માટે પણ અનેક અનેક ખેડૂતો પણ મારી પાસે આવે છે અને માર્ગદર્શન પણ લઈ જાય છે.

માત્ર રૂ.350ના પેટ્રોલમાં એક દિવસમાં 50 વીઘા ખેતરમાં દવા છંટાઇ જાય

50વીઘાના ખેતરમાં મજૂર દવા છાંટે તો ઓછામાં ઓછા 8 દિવસ લાગે અને તેને રોજની રૂ.300 લેખે રૂ.2400ની મજૂરી ચૂકવવી પડે ત્યારે એમ-80 કે બીજા મોટરસાઇકલ મારફત દવાનો છંટકાવ કરવામાં આવે તો માત્ર એક દિવસમાં 50 વીઘામાં દવાનો છંટકાવ થઇ જાય. એક દિવસમાં અંદાજે 2000 લિટર આસપાસ દવા છાંટી શકાય તેવી ક્ષમતા છે.

ખેતરમાં ઓછી મહેનતે વધુ કામ થઈ શકે તેવી શોધ કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો