તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રેલવે સૌરઊર્જાના ઉપકરણ દ્વારા પ્રતિદિન 50 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે સૌરઊર્જાના ઉપકરણ દ્વારા પ્રતિદિન 50 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે સૌરઊર્જાના ઉપકરણ દ્વારા પ્રતિદિન 50 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે

ભૂપેન રાવલ | રાજકોટ

સૌરઊર્જાક્ષેત્રે રાજકોટ રેલવે ડિવિઝન ધીમેધીમે કાઠું કાઢી રહ્યું છે, હાલમાં પ્રતિ વર્ષ 1, 12, 750 વીજળી યુનિટનો વપરાશ ઘટાડી 8, 69, 400ની બચત કરી રહ્યું છે. બબ્બે વખત નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ મેળવનાર રાજકોટ ડિવિઝન આગામી વર્ષોમાં પણ વધુને વધુ સૌરઊર્જાનો ઉપયોગ કરવા પ્લાનિંગ કરી રહ્યું છે.

રાજકોટની ડી. આર. એમ. ઓફિસ કોઠી કમ્પાઉન્ડ ખાતેના બિલ્ડિંગમાં 10 કિલો વોટનો સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, જેમાં 250 વોટ પાવરની 40 પેનલ લગાવવામાં આવી છે, જે પ્રતિદિન 50 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. પાવર પ્લાન્ટ લગાવવા માટે રેલવેને માત્ર 8.91 લાખનો ખર્ચ થયો છે. સોલાર પ્લાન્ટથી પ્રતિ વર્ષ 1.35 લાખની બચત થાય છે. પ્લાન્ટનું આયુષ્ય 20 વર્ષનું છે. આમ, માત્ર સાડા વર્ષમાં સોલાર પ્લાન્ટનો ખર્ચ નીકળી જાય છે.

રાજકોટ ડિવિઝનમાં અલગ અલગ લેવલ ક્રોસિંગ ગેટ, રેલવે કોલોનીના જાહેરમાર્ગ, સ્ટેશન બિલ્ડિંગ, રેલવે કચેરીઓમાં સૌરઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે પ્રતિ માસ 2700 વીજ યુનિટ સાથે 16, 200ની અને પ્રતિ વર્ષ 1, 92, 400ની બચત થાય છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, હાપા, કાનાલુસ, ઓખા ખાતે રિટાયરિંગ રૂમ, રનિંગ રૂમ, ઓફિસર રેસ્ટ હાઉસ, સબ કો-ઓર્ડિનેટ રેસ્ટ હાઉસ ખાતે સોલાર વોટર હીટર લગાવવામાં આવ્યા છે, જેની કેપેસિટી પ્રતિદિન 9275 લિટર પાણી ગરમ કરવાની છે. વોટર હીટરને કારણે મહિને 36000 અને પ્રતિ વર્ષ 4.33 લાખની બચત થાય છે.

રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કે. એસ. ચૌહાણના જણાવ્યા મુજબ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકાના બિલ્ડિંગ, પ્લેટફોર્મ પર સ્ટેશન બહારના સરક્યુલેટિંગ એરિયામાં હાલમાં સૌરઊર્જાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં વધુને વધુ સ્ટેશનોને સૌરઊર્જા હેઠળ આવરી લઇ વધુને વધુ વીજયુનિટ બચાવવાનો લક્ષ્યાંક છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો