• Gujarati News
  • National
  • ગરીબોને વહેલીતકે કેરોસીનની ફાળવણી કરવા રજૂઆત

ગરીબોને વહેલીતકે કેરોસીનની ફાળવણી કરવા રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર | રાજકોટ

જસદણ,સરધાર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગરીબોના ઘરોમાં કેરોસીન ખાલી થઇ જવાના કારણે મુશ્કેલી ઊભી થઇ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ વિરાણીએ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, ગરીબોના ઘરમાં કેરેસીન નહી હોવાના કારણે ભારે હાલાકી થઇ રહી છે. ઘરમાં રાશન હોવા છતાં તેની રસોઇ બનાવી શકાતી નથી. વહેલી તકે ગરીબ પરીવારોને કેરોસીન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરી કેરોસીનના અભાવે કોઈ ભુખ્યું રહે તે માટે વહેલી તકે વિતરણ કરાવો.

અન્ય સમાચારો પણ છે...