• Gujarati News
  • National
  • રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસમાં કાઉન્ટર શરૂ

રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસમાં કાઉન્ટર શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીમુખ્ય પોસ્ટ ઓફિસે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડીની અવર-જવર માટે અલગ રાખડી કાઉન્ટર ઊભું કરાયું છે. જેમાં હાલમાં 21,900 જેટલી રાખડીઓ પોસ્ટ કરી દેવામાં આવી છે. કલરફૂલ સાથે વોટરપ્રૂફ કવર બનાવી રાખડીને મોકલવામાં આવશે.

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કામથી દૂર રહેલા લાડકા ભઇલાને રાખડી મોકલવા માટે રાજકોટની મુખ્ય પોસ્ટઓફિસ દ્વારા એક અલગ કાઉન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે. રાખડીને બીજા સ્થળે મોકલવા માટે વોટરપ્રૂફ કલરફૂલ કવર પણ પોસ્ટઓફિસ ખાતેથી આપવામાં આવી રહ્યા છે. તદ્દઉપરાંત રાજકોટની પોસ્ટઓફિસે 2000 સ્પેશિયલ કવર પણ બહાર પાડવામાં આવ્યા છે. રાખડી સ્પીડ પોસ્ટ તેમજ લોકલ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી રહી છે.

હાલમાં રાજકોટની મુખ્ય પોસ્ટઓફિસ ખાતેથી 21,900 જેટલા રાખડીના કવર લોકોને મોકલી આપવામાં આવ્યા છે, તેમજ લોકોની રાખડી સાથે સ્નેહ જોડાયેલો હોવાથી કવરને વોટરપ્રૂફ રાખવામાં આવીને સૌથી પહેલા રાખડીના કવરને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાજકોટ પોસ્ટ ઓફિસ દ્વારા 7200 કવર મગાવી લેવામાં આવ્યા છે અને 1800 જેટલા રાખડીના કવર આવકમાં છે.

કલરફૂલ તથા વોટરપ્રૂફ કવર સાથે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસે સ્પેશિયલ કવર બહાર પાડ્યા

અન્ય સમાચારો પણ છે...