• Gujarati News
  • National
  • માનવ કલ્યાણ મંડળ દ્વારા અસરગ્રસ્તોને સહાય આપવા શહેરીજનોને આહવાન

માનવ કલ્યાણ મંડળ દ્વારા અસરગ્રસ્તોને સહાય આપવા શહેરીજનોને આહવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઉત્તરગુજરાતમાં પૂર પ્રકોપને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. માનવ કલ્યાણ મંડળ ગુજરાત સંસ્થા તરફથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. સંસ્થા તરફથી જાહેર જનતાને ઉપરોક્ત લોકોને સહાય આપવા આહવાન કરાયું છે. જીવન ઉપયોગી વસ્તુઓ પહોંચાડવામાં આવશે. યોગદાન આપવા ઇચ્છુકોએ માનવ કલ્યાણ મંડળ ગુજરાત 4-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિવર્સિટી રોડ, એકતા પ્રકાશન પાસે સંપર્ક સાધવો. માનવ કલ્યાણ મંડળ સેવાકીય સંસ્થાના ચેરમેન મુકેશભાઇ મેરજાની આગેવાની હેઠળ 1850 સભ્યોની ટીમ સેવાયજ્ઞમાં કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...