જયેશ રાઠોડ|રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયેશ રાઠોડ|રાજકોટ

રાજકોટમાંથીનીકળતો શાકભાજી વેસ્ટ સહિત ઓર્ગેનિક કચરો અને હોટેલ-રેસ્ટોરેન્ટમાંથી નીકળતા એંઠવાડનું પ્રોસેસિંગ કરી તેમાંથી બાયોમિથેનસેન ગેસ, ખાતર અને વીજળી ઉત્પન્ન કરવા અલગ અલગ પ્લાન્ટ નખાયા છે. ખાતર બનાવવા માટે જ્યુબિલી અને રેસકોર્સમાં તથા બાયોમિથેનસેન ગેસ તથા તેમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે આજી ડેમ ચોકડી પાસે પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ઉક્ત ત્રણેય પ્લાન્ટ માટે રૂ.1.42 કરોડનો ખર્ચ કરવા છતાં હજુ સુધી તેનો સાર્થક ઉપયોગ નથી થઇ રહ્યો. લાખો રૂપિયાની મશીનરી સફેદ હાથી સમાન પડી છે!

મનપાએ સૌથી મોટો પ્લાન્ટ આજી ડેમ ચોકડી પાસે મનપાનો ઢોર ડબ્બો અને સ્ટોર વિભાગ જ્યાં આવેલા છે વિશાળ જગ્યામાં ઊભો કરેલો છે. પ્લાન્ટ રૂ.1 કરોડ અને 10 લાખમાં નાખવામાં આવ્યો છે. તેનો મૂળભૂત હેતુ છે કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં ભીનો અને સૂકો કચરો વર્ગીકૃત કરીને ટિપરવાનમાં નખાયા બાદ સૂકા કચરામાં શાકભાજી વેસ્ટ અલગથી એકત્ર કરાયેલો હોય તે પ્લાન્ટમાં નાખવામાં આવે. સાથે શહેરભરની હોટેલ-રેસ્ટોરેન્ટમાંથી પણ એંઠવાડ એકત્ર કરીને પ્લાન્ટમાં નાખી તેમાંથી બાયોમિથેનસેન ગેસ ઉત્પન્ન કરી ગેસમાંથી વીજળી પેદા કરવામાં આવે.

એકસાથે દોઢ ટન કચરાનું પ્રોસેસિંગ થાય તેવી હેવી ક્ષમતાના પ્લાન્ટનું લોકાર્પણ પાંચ મહિના પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયું હતું. લોકાર્પણ કરાયા બાદ પ્લાન્ટનો મૂળભૂત હેતુ મુજબનો કોઇ ઉપયોગ થતો નથી. તેની સાથે જેનસેટ મશીનરી બેસાડવાના વાંકે લાખેણો પ્લાન્ટ શોભાના ગાંઠિયાની જેમ પડ્યો છે. આવી હાલત ઓ.ડબલ્યુ.સી. એટલે કે, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનની છે. સૂકા પાંદડાં કે શાકભાજી વેસ્ટ પ્લાન્ટમાં નાખીને ખાતર બનાવવાની યોજના છે. પાઇલટ પ્રોજેક્ટ તરીકે જ્યુબિલી અને રેસકોર્સમાં સ્વિમિંગ પૂલ પાછળના ગાર્ડનમાં નાખવામાં આવ્યો છે. રૂ.16 લાખનું એક એવા બે મશીન પાઇલટ પ્રોજેક્ટમાં મૂકવામાં આવ્યા છે. જેની ક્ષમતા માત્ર 400 ટનની છે. તેમાંથી રોજનું માત્ર 80 કિલો ખાતર નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...