• Gujarati News
  • National
  • ‘જસ્ટ વન મોર બટન ડાઉન’ પુસ્તકનું આજે વિમોચન

‘જસ્ટ વન મોર બટન ડાઉન’ પુસ્તકનું આજે વિમોચન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાજલ મહેતાના પ્રથમ પુસ્તક ‘જસ્ટ વન મોર બટન ડાઉન’નું 20 જાન્યુઆરીના હોટેલ ધ ફર્ન ખાતે સાંજે 6 વાગ્યે વિમોચન થશે. શિક્ષણવિદ્દ ડો. બળવંતભાઇ જાની, લેખક ગૌરાંગભાઇ અમીન અને સમાજસેવિકા હેમલબેન દવે પુસ્તક વિમોચન પ્રસંગે હાજરી આપશે. તેમજ વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

કાજલ મહેતાનું પુસ્તક ‘જસ્ટ વન મોર બટન ડાઉન’ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું પ્રતીક છે. જેમાં 30 અંગ્રેજી વાર્તાઓ સમાયેલી છે જે માણસના જીવનના ઓછા ચર્ચાયેલા સંબંધો અને લાગણીઓની આસપાસ ગૂંથાયેલી છે. કાજલ મહેતાએ જણાવ્યું હતું કે, તેમનું આ પુસ્તક માણસના વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિને લગતી સ્વતંત્રતા સાથે વધારે જોડાયેલી છે, નહીં કે સ્વતંત્રતાના ઉપરછલ્લા પ્રમાણો સાથે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિના સંબંધોને પોતાના સ્તરો હોય છે અને મેં તે સ્તરોની વચ્ચે મારી વાર્તાઓ શોધી છે. આ પુસ્તકમાં દરેક વાર્તાને સહજ સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન રહ્યો છે. વિમોચનના પ્રસંગે સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઊમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...