• Gujarati News
  • National
  • આરટીઅો કચેરીમાં રોજ 2500 અરજદારો સામે સ્ટાફ માત્ર 49!

આરટીઅો કચેરીમાં રોજ 2500 અરજદારો સામે સ્ટાફ માત્ર 49!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં દરરોજ અંદાજિત 2500 અરજદારો જુદા જુદા કામ અર્થે આવતા હોય છે, એમાં પણ હાલ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફિટ કરાવવા માટે લોકોના ટોળાં ઊમટ્યા છે ત્યારે કચેરીમાં મહત્ત્વની ઘણી જગ્યાઓ ખાલી હોવાને લીધે સ્થિતિ કફોડી બની છે. હાલ આરટીઓ કચેરીમાં 101ના મહેકમ સામે માત્ર 49 કર્મચારીઓ કામગીરી સંભાળી રહ્યા છે અને 52 જગ્યાઓ ખાલી પડી છે. એમાં પણ 4-5 કર્મચારીઓ એવા છે જેઓ નજીકના સમયમાં રિટાયર થવાના છે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં દરરોજ હજારો વાહનધારકો પોતાના વાહન રજિસ્ટર કરાવવા, નંબર પ્લેટ ફિટ કરાવવા, દંડની રકમ ભરવા, વાહનના ફિટનેસ ટેસ્ટ માટે, ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા, ડ્રાઈવિંગ ટેસ્ટ સહિતની અનેક કામગીરી માટે આવતા હોય છે. કર્મચારીઓની ઘટ હોવાને લીધે અવ્યવસ્થાનો ભોગ અરજદારોએ બનવું પડે છે અને ફરજ પર રહેલા કર્મી ઉપર પણ વધારાનો બોજ આવી પડે છે. છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા આરટીઓમાં સ્ટાફની ભરતી કરી નથી. ઓછા કર્મચારીઓ વચ્ચે પણ આરટીઓ મહદંશે અસરકારક કામગીરી કરી રહી છે.

હાલમાં એચએસઆરપી અંગે એપોઇન્ટમેન્ટ મેળવવા દરરોજ લાંબી કતારો લાગે છે. આરટીઓમાં તે માટે એક જ વિન્ડો હોવાથી અરજદારોને કલાકો સુધી પોતાના વારાની પ્રતિક્ષા કરવી પડે છે.

મહત્વની ખાલી જગ્યાઓ
એઆરટીઓ 1

જન સંપર્ક અધિકારી 2

સર્કલ ઓફિસર 2

સબ ઓડિટર 1

હિસાબી અધિકારી 1

સહાયક મોટર વાહન નિરીક્ષક 7

હેડ ક્લાર્ક 1

સિનિયર ક્લાર્ક 3

જુનિયર ક્લાર્ક 15

ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 2

ગુજરાતી ટાઈપિસ્ટ 1

ડ્રાઈવર 1

પટાવાળા 7

વોચમેન 1

અન્ય સમાચારો પણ છે...