તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધો.10 અને12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ

ધો.10 અને12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર.અમદાવાદ/રાજકોટ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.8 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 2ની પરીક્ષા આગામી તા.28 માર્ચથી લેવામાં આવશે. રાજ્યના કુલ 18.75 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માટે વખતે 5.14 લાખ, ધો.10ની પરીક્ષામાં 10.81 લાખ, સેમેસ્ટર 4ની પરીક્ષામાં 1.38 લાખ અને સેમેસ્ટર 2ની પરીક્ષામાં 1.41 લાખ વિદ્યાર્થીઓ બેસશે. વર્ષે પેપર લીક થાય માટે પ્રશ્નપત્રોના સેટ ઝોનલ ઓફીસને બદલે સીધા જે તે સ્કુલોને મોકવામાં આવનાર છે.

ધોરણ-10 અને 12માં રાજકોટમાં 92344 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શહેરના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરાયા છે. અા ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી હોય તેવા કેન્દ્રો પર ટેબ્લેટ મુકવામાં આવ્યા છે. તેમજ ચેકિંગ સ્કવોડની પણ સતત દેખરેખ રહેશે.

આજની પરીક્ષા : ધો.10:(પ્રથમભાષા) ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દુ, સિંધી,તામિલ, તેલુગુ, ઉડિયા { ધો.12સાયન્સ : ફીઝીકસ{ ધો.12સા.પ્ર.: એકાઉન્ટ

અન્ય સમાચારો પણ છે...