તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાપર પાસે બાઇક અને છકડો અથડાતાં બેનાં મોત

શાપર પાસે બાઇક અને છકડો અથડાતાં બેનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટનજીક શાપર-વેરાવળમાં રવિવારે રાત્રે ટ્રિપલ સવારી બાઇક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા સાંગણવા અને કોડીનાર પંથકના યુવાનોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયો હતો.

શાપરની અતુલ શક્તિમાં નોકરી કરતા સાંગણવા ગામના સુરેશ રાખૈયા (ઉ.27) તેના બે મિત્રો સાથે ટ્રિપલ સવારી બાઇકમાં શાપર-વેરાવળના શાંતિધામ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી પૂરપાટ આવતી છકડો રિક્ષા સાથે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાંગણવા ગામના સુરેશ રાખૈયા તથા કોડીનારના અરણેજ ગામના યુવાન ભરત ભગવાનજીભાઇ જાદવ (ઉ.30)સહિત ત્રણેયને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લઇ જવાય તે પહેલાં સુરેશ અને કોડીનારના અરણેજ ગામના ભરતે જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટના દવાખાને ખસેડવામાં આવ્યો છે.

બનાવની જાણ થતા કોટડાસાંગાણી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બન્ને યુવાનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કોટડાસાંગાણી હોસ્પિટલ ખાતે પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...