તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્રનો ઉદ્યોગજગત ધમધમતો થાય તેવી મોદી સરકાર પાસે બજેટમાં અપેક્ષા

સૌરાષ્ટ્રનો ઉદ્યોગજગત ધમધમતો થાય તેવી મોદી સરકાર પાસે બજેટમાં અપેક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રના સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ માટે છૂટછાટ મળે તેવી આશા ઉદ્યોગપતિઓને છે

^વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટથી દેશના ઉદ્યોગોને અને ખાસ કરીનો નાના, મધ્યમ ઉદ્યોગોને મોટી આશા છે. પ્રોજેક્ટ માટે સરકાર ખાસ પેકેજ જોહર કરે તો હાલના મંદીના સમયમાં મોટી રાહત આપી તેમ કહી શકાશે. એન્જિનિયરિંગ ઉદ્યોગને એક્સાઇઝમાં રાહત, બેંક વ્યાજ, ધિરાણમાં છૂટછાટ મળે તેવી પણ અપેક્ષા છે અને બજેટમાં અંગેની જોગવાઇ થઇ શકે તેમ પણ છે. > ભાવેશપટેલ, પ્રમુખરાજકોટ એન્જિનિયરિંગ એસો.

જસદણ પંથકમાં ધમધમતા હેન્ડિક્રાફ્ટ ઉદ્યોગને બજેટથી પ્રોત્સાહનની આશા

^હાલજસદણ સહિતના સ્થળે ચાલતો હેન્ડિક્રાફ્ટના ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. આવા સમયે સરકાર જો લઘુ ઉદ્યોગને વિદ્યુત બિલમાં રાહત આપવાની સાથે લોન માટે ખાસ પેકજ જાહેર કરી નવો પ્રોત્સાહન નીતિ જાહેર કરે તેવી મોદી સરકાર પાસે આશા છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે તો હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ માટે બજેટમાં કે વિશેષ પેકેજ આપવાની કોઇ જોગવાઇ કરી નથી ત્યારે આજે રજૂ થનારા બજેટમાં જોગવાઇ થાય તેવું સૌ ઇચ્છી રહ્યા છે. > દેવશીભાઇપીરાજિયા, પ્રમુખજસદણ હેન્ડિક્રાફ્ટ ઉદ્યોગ

ઓટો, અેન્જિનિયરિંગ અને ફાઉન્ડ્રી ઉદ્યોગને પ્રોત્સાહિત કરે તેવું પેકેજ આપો

^વર્તમાનસમયમાં સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છે, આવા સમયે ઓટો, એન્જિનિયરિંગ, ફાઉન્ડ્રી ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે. કેન્દ્રના નાણામંત્રી પોતાના બજેટમાં ઉદ્યોગ જગતને પ્રોત્સાહિત કરે તેવું ખાસ આર્થિક પેકેજ જાહેર કરે તેવી અપેક્ષા છે. અમેરિકા, ચીન સહિતના દેશોમાં ઉદ્યોગોને મંદીમાંથી બહાર લાવવા માટે ત્યાની સરકાર મોટા આર્થિક ફેરફાર કરે છે, ત્યારે ભારત સરકારે પણ કંઇક વિચારવું જોઇએ. > સમીરશાહ, પ્રમુખરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

સિરામિકની એક્સાઇઝ ડ્યૂટી 8 ટકા થાય તેવી અપેક્ષા

^ભારતસરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ઘરે ઘરે શૌચાલય છે, માટે સિરામિક પ્રોડક્ટના વેચાણમાં વધારો થશે, પરંતુ જો કેન્દ્રીય નાણામંત્રી પોતાના બજેટમાં સિરામિક પ્રોડક્ટ ઉપર લેવામાં આવતી એક્સાઇઝ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડી 8 ટકા કરે તો ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપથી થાય તેમ છે, તેમજ વિશ્વ સ્તરે ચીન સાથેની સ્પર્ધામાં પણ ટક્કર આપી શકશે. જો આમ થાય તો મોરબીનો સિરામિક ઉદ્યોગ સોળે કળાએ ખીલી ઊઠે. સાથોસાથ રોજગારીની પણ વિપુલ તકો ઊભી થાય અને ચીનના બદલે મોરબીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગવા મંડે. > નિલેશજેતપરિયા, પ્રમુખસિરામિક એસો.

GST આવે તો અનેક સમસ્યા હલ થાય

^કેન્દ્રસરકાર જીએસટીનો અમલ કરે તો ઉદ્યોગ જગતના અનેક પ્રશ્નો હલ થાય તેમ છે, પરંતુ જીએસટી સાચા અર્થમાં રજૂ થવો જોઇએ. જીએસટીથી સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ સહિતના અનેક પડતર પ્રશ્નો હલ થશે. ઉપરાંત ઇન્કમટેક્સમાં કોર્પોરેટ કંપનીઓ માટે 25 ટકાનો ટેક્સ સ્લેબ છે તે પ્રમાણે નાની કંપનીઓ તથા ભાગીદારી પેઢીઓ માટે પણ નિયમ અમલમાં મૂકવો જાેઇએ. મોંઘવારી જે પ્રકારે વધે છે તે મુજબ વ્યક્તિગત આઇટીની મર્યાદામાં વધારો કરવામાં આવે તો ખરા અર્થમાં લોકોને લાભ થશે. > ધનસુખભાઇવોરા, પ્રમુખગ્રેટર રાજકોટ ચેમ્બર

પ્લાસ્ટિક ઉદ્યોગને ટેક્સમાં રાહત અપાય તો સૌરાષ્ટ્રને અનેકગણો ફાયદો થશે

^વર્તમાનસમયમાં દેશમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરતા તમામ નાના-મોટા ઉદ્યોગો માટે એક સમાન ટેક્સનો નિયમ છે. રિલાયન્સ જેવી મોટી કંપનીને જે વેરાના નિયમ લાગુ પડે છે તે નિયમ કચરાના પ્લાસ્ટિકમાંથી પ્રોસેસ કરીને વેચાણ કરતા કારખાનેદારને લાગુ પડે છે. અસમાનતા દૂર થાય તો નાના ઉદ્યોગોને લાભ થાય તેમ છે. ઉપરાંત તાલુકા સ્તર ઉપર પણ જીઆઇડીસીનો વિકાસ થાય તે માટે ખાસ પેકેજ આપવું જોઇએ. > કરશનભાઇમાવાણી, પ્રમુખસૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુ. એસો.

વેરાવળ-પોરબંદરના ફીશ ઉદ્યોગને સંકટમાંથી બહાર લાવવા સબસિડી આપો

^દરિયાઇ પેદાશ એવી ફીશની ઉપજ સમુદ્રમાં સતત ઘટી રહી છે, બીજી બાજુ ખર્ચમાં સતત વધારો થતો હોવાથી ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઇ રહ્યો છે, ઉદ્યોગને સંકટમાંથી બહાર લાવવા સરકાર સબસિડી જાહેર કરે તેવી આશા છે. ઉપરાંત દરિયાઇ પેદાશમાં વધારો થાય તે માટેના પગલાં લેવાની જાહેરાત સરકાર કરે તે ખૂબ જરૂરી છે. બોટમાં જીપીએસ સિસ્ટમ માટે પૂરતા નાણાંની ફાળવણી થાય તેવી આશા છે. > જગદીશભાઇફોફંડી, સેક્રેટરીસી ફૂડ એક્સપોર્ટર એસો.

સોનાની ખરીદીમાં પાનકાર્ડના નિયમ દૂર કરાય તો જ્વેલર્સને ફરી ચાંદી હી ચાંદી

^રાજકોટસહિત સમગ્ર દેશના જ્વેલર્સોની એક માગ છે કે, કેન્દ્ર સરકારે સોનાના દાગીનાની રૂ.2 લાખથી વધુની ખરીદી ઉપર ફરજિયાત પાનકાર્ડ નંબર આપવાનો નિયમ અમલમાં મૂક્યો છે. દેશમાં 60 ટકાથી વધુ લોકો હજુ પાનકાર્ડ ધરાવતા નથી, નિયમમાં નાણામંત્રી છૂટછાટ આપી રૂ.બે લાખના બદલે રૂ.5 લાખની મર્યાદા બજેટમાં જાહેર કરવામાં આવે અથવા નિયમ દૂર થાય તો સોની બજારમાં ફરી ચમક આવી જશે. > ભાયાભાઇસાહોલિયા, પ્રમુખરાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.

અન્ય સમાચારો પણ છે...