તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot 2012માં ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ, છેક 2018માં સદી

2012માં ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ, છેક 2018માં સદી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંઢેરી સ્ટેડિયમમાં ગુરુવારથી શરૂ થયેલા ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે લોકલ બોય રવિન્દ્ર જાડેજાએ તેના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી હોમ ગ્રાઉન્ડ પર ફટકારી છે. ટીમ ઇન્ડિયામાં 275મો ટેસ્ટ કેપ મેળવનાર સૌરાષ્ટ્રના ડાબેરી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 13 ડિસેમ્બર, 2012માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. વન ડે બાદ ટેસ્ટ ટીમમાં સામેલ થયેલા રવિન્દ્ર 37 ટેસ્ટ મેચ રમ્યો છે. 30.83ની એવરેજથી ટેસ્ટમાં 1295 રન કર્યા છે. બેટિંગમાં 9 અર્ધશતક ફટકાર્યા બાદ હાલ રાજકોટમાં રમાઇ રહેલા વેસ્ટ ઇન્ડિઝ સામેના ટેસ્ટ મેચમાં 132 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી અણનમ 100 રન કર્યા છે. જ્યારે બોલિંગમાં 23.65ની એવરેજથી કુલ 178 વિકેટ મેળવી છે. જેમાં 9 વખત 5 વિકેટ અને એક વખત 10 વિકેટ મેળવી ઓલરાઉન્ડર તરીકેનો પરિચય કરાવ્યો છે. છ વર્ષના ટેસ્ટ કેરિયરમાં રવિન્દ્રએ પહેલી અણનમ શતક ફટકારી વધુ એક સિધ્ધિનો ઉમેરો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...