તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ગુરુવારે GSTના ઉચ્ચ અધિકારીઓ વેપારીઓના પ્રશ્નો રૂબરૂ સાંભળશે

ગુરુવારે GSTના ઉચ્ચ અધિકારીઓ વેપારીઓના પ્રશ્નો રૂબરૂ સાંભળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે જીએસટી કાઉન્સિલના એડિશનલ ડાયરેક્ટર અને રાજ્યકક્ષાના મુખ્ય કમિશનર પી. ડી. વાઘેલા રાજકોટમાં આવશે અને વેપારીઓને જીએસટીમાં પડતી તકલીફો રૂબરૂ સાંભળશે. ગુરુવારે 11 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર ચેમ્બર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો. તથા જીએસટીબાર એસો.ના સંયુક્ત ઉપક્રમે જીએસટીનો એક સેમિનાર રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઈ-વે બિલ ભરવાના પત્રકો,વાર્ષિક ઓડિટ, વાર્ષિક પત્રક કેવી રીતે ભરવા તેની માહિતી આપવામાં આવશે.

આ અંગેનું જરૂરી માર્ગદર્શન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રિયમ શાહ,એડવોકેટ સમીર સિધ્ધપુરા આપશે, તેમજ વેપારીઓ, ટ્રાન્સપોર્ટરોને ઉદભવતા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવશે.આ સેમિનાર આઈસીએઆઈ ભવન,ગિરિરાજનગર મેઈન રોડ,150 ફૂટના રિંગરોડ ખાતે યોજાશે. સેમિનાર સવારે 9.30 કલાકે શરૂ થશે અને સાંજે 4.00 કલાકે પૂરો થશે.સીજીએસટી અને સ્ટેટ જીએસટીના કમિશનર અને જોઈન્ટ કમિશનર હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...