પેટ્રોલ પૂરાવવા જઇ રહેલા પ્રૌઢનું કારની ઠોકરે મોત

રાજકોટ | રાજકોટમાં માંડાડુંગર પાસેના શિવનગરમાં રહેતા અને કુવાડવામાં વાંકાનેર ચોકડી પાસે ચાની હોટેલ ધરાવતાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:51 AM
Rajkot - પેટ્રોલ પૂરાવવા જઇ રહેલા પ્રૌઢનું કારની ઠોકરે મોત
રાજકોટ | રાજકોટમાં માંડાડુંગર પાસેના શિવનગરમાં રહેતા અને કુવાડવામાં વાંકાનેર ચોકડી પાસે ચાની હોટેલ ધરાવતાં વલ્લભભાઇ ડોબરિયા (ઉ.વ.56) સોમવારે રાત્રે હોટેલથી બાઇક ચલાવી પેટ્રોલ પૂરાવા જવા નીકળ્યા હતા અને ભગીરથ પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વલ્લભભાઇને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે મૃતકના પુત્ર સંજયભાઇ ડોબરિયાની ફરિયાદ પરથી ગુનો નોંધી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી હતી.

X
Rajkot - પેટ્રોલ પૂરાવવા જઇ રહેલા પ્રૌઢનું કારની ઠોકરે મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App