તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot કોલકી માટે કેનાલમાંથી પાણી છોડવા માંગ

કોલકી માટે કેનાલમાંથી પાણી છોડવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા તાલુકાના ના મોટી પાનેલી ગામે આવેલા ફૂલઝર ડેમમાંથી કેનાલમાં પાણી છોડી ખેતી માટે બે પાણ આપવામાં આવે તેવી કોલકીના કિસાનોએ માગ કરી છે. જો કે પાણી રાખવા અને છોડવા મામલે બંને ગામના મત અલગ અલગ હોવાથી સિંચાઈ વિભાગે પાણી આપી શકાય છે કે કેમ તે જાણવા માટે ગણતરીઓ માંડી છે.

ઉપલેટાના મોટીપાનેલી ગામમાં આવેલા ફૂલઝર ડેમમાંથી પાણી છોડવાની રજૂઆત કલેક્ટર તેમજ પંચાયત સિંચાઈ વિભાગને મળી છે. કોલકી ગામના ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ખરીફ પાક બચાવવા માટે બે પાણની જરૂર છે. બીજી તરફ આ વર્ષે વરસાદની તંગીને કારણે સિંચાઈ તો ઠીક પણ ઉનાળે તાલુકામાં પીવાના પાણીની તંગી સર્જાય તેવી શક્યતા છે. મોટી પાનેલીના ગ્રામજનોનો મત એવો છે કે તેમાંથી જો અત્યારે પાણી છોડાશે તો ઉનાળા સુધીમાં ડેમ ખાલી થઇ જશે અને તેમાં રહેલી માછલીઓનાં મોત નીપજશે. સિંચાઈ વિભાગ હાલ ગણતરી માંડી રહ્યો છે કે કેટલું પાણી છોડવામાં આવે તો ઉનાળામાં પીવાલાયક જરૂર પડે તો પાણી મળી રહે.

અન્ય સમાચારો પણ છે...