તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot નવરાત્રીના તહેવારમાં રાજકોટ જિલ્લામાં હથિયારબંધી લદાઈ

નવરાત્રીના તહેવારમાં રાજકોટ જિલ્લામાં હથિયારબંધી લદાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

નવરાત્રી, દશેરા અને સરદાર પટેલ જયંતી જેવા તહેવારો દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવે છે ત્યારે આ સમય દરમિયાન રાજકોટ ગ્રામ્ય અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહશાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય ઘટના બનવા ન પામે તે માટે જિલ્લા અધિક કલેકટર દ્વારા હથિયાર બંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામામાં હથિયાર, તલવાર, ભાલા, બંદૂક, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું, કોઇપણ ક્ષયધર્મી કે સ્ફોટક પદાર્થ લઇ જવાની, પથ્થરો કે બીજા શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળાઓ દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની,છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાની, સુરૂચિનો ભંગ થયો હોય અથવા સલામતી જોખમાતી હોય તેવા કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...