રસોયા-મદદનીશો 21મીથી ફરજથી વંચિત રહેશે

મધ્યાહ્ન ભોજન યોજના

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:51 AM
Rajkot - રસોયા-મદદનીશો 21મીથી ફરજથી વંચિત રહેશે
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

સરકારે મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રોના સંચાલકોની લાંબા સમયથી પડતર માગણી નહીં સ્વીકારતા 21 સપ્ટેમ્બરથી રસોયાઓ અને મદદનીશો અચોક્કસ મુદ્દત માટે ફરજથી વંચિત રહેશે અને કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરશે.

ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર જોશીએ જણાવ્યું હતું કે, મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રોમાં કામ કરતા અમારા કર્મચારીઓની પડતર માગણીઓ જેવી કે નવા મેનુમાં નાસ્તાની જોગવાઇ છે નાસ્તા માટે અલગથી જથ્થો અને પેશગી આપવી, નવું મેનુ આવવાથી કામના કલાક વધી જવાથી પૂરક રોજગારી આપવાના બદલે પૂર્ણ રોજગારી આપી લઘુતમ વેતન મુજબ વેતનમાં વધારો આપવો, નવા મેનુને અનુરૂપ જરૂરી સાધનસામગ્રી આપવી, છેલ્લા છથી સાત વર્ષથી આ યોજનાનું ખાનગીકરણ કરેલું છે તે બંધ કરી કર્મચારી મારફત કેન્દ્રોનું સંચાલન કરવું, પગાર અને પેશગી સમયસર અને પૂરતો આપવો, સુપ્રીમના આદેશ અનુસાર દર વર્ષે 7.5 ટકાનો વધારો આપવાનું સૂચન કરેલું હોય છેલ્લા બે વર્ષનો તાત્કાલિક વધારો કરવા માગણી કરવામાં આવી છે. આ મુદ્દે ગાંધીનગરમાં બે વખત વિરોધ પ્રદર્શન કર્યું હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા ફરી લડત કરવાની ફરજ પડી છે.

X
Rajkot - રસોયા-મદદનીશો 21મીથી ફરજથી વંચિત રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App