નવરાત્રીમાં વ્યવસાયિક આયોજન માટે મનપા 7 મેદાન ભાડે આપશે

રેસકોર્સ, નાનામવા સર્કલ ચો.મી.ના રૂ.6, અન્ય મેદાનના રૂ.5

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:51 AM
Rajkot - નવરાત્રીમાં વ્યવસાયિક આયોજન માટે મનપા 7 મેદાન ભાડે આપશે
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકા રેસકોર્સ, નાનામવા સર્કલ ઉપરાંત અન્ય સાત મેદાન નવરાત્રીના આયોજન માટે ભાડે આપવાનું નક્કી કર્યું છે. સાધુવાસવાણી રોડ, નાનામવા સર્કલ અને રેસકોર્સ મેદાન પ્રતિ ચો.મી.ના રૂ.6 અને અન્ય મેદાન રૂ.5 લેખે અપસેટ કિંમત રાખવામાં આવી છે. ટેન્ડર ખોલ્યા બાદ નવરાત્રીના જે આયોજકો સૌથી વધુ ભાવ બોલશે તેમને ભાડે અપાશે.

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ શહેરના અલગ અલગ સાત મેદાન ભાડે આપવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં રેસકોર્સ વિભાગ-એ 11430 ચોરસ મીટર અને વિભાગ બી 11425 ચોરસ મીટર જગ્યા તેમજ નાનામવા સર્કલ પેટ્રોલ પંપ પાસેનો પ્લોટ 9438 ચો.મી., સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ 5388 ચો.મી. પ્રતિ ચો.મી.ના રૂ.6 લેખે અપસેટ કિંમત રાખવામાં આવી છે. આ ઉપરાંત રૈયારોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમ બાજુમાં 3073 ચો.મી., મોરબી રોડ પર મધુવન પાર્ક પાસે એફપી નં.94 6371 ચો.મી. અને એફપી 95 5190 ચો.મી.નો પ્લોટ પ્રતિ ચો.મી. રૂ.5 લેખે અપસેટ કિંમતે ભાડે આપવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. નવરાત્રીના આયોજકો પાસેથી રૂ.1 લાખની ડિપોઝિટ લેવાશે.

X
Rajkot - નવરાત્રીમાં વ્યવસાયિક આયોજન માટે મનપા 7 મેદાન ભાડે આપશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App