મંદિરેથી દર્શન કરી ઘરે જઇ રહેલા વૃધ્ધાનું ગળું અડવું થયું

મંદિરેથી દર્શન કરી ઘરે જઇ રહેલા વૃધ્ધાનું ગળું અડવું થયું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:51 AM IST
રાજકોટ | શહેરમાં વધુ એક ચીલઝડપનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ, રૈયારોડ, રૈયારાજ પાર્ક-2માં રહેતા મનુબેન જમનાદાસ પીઠડિયા નામના વૃધ્ધા ગુરુવારે સવારે ઘર પાસે આવેલા મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી વૃધ્ધા પગપાળા ઘર તરફ જઇ રહ્યાં હતા. ત્યારે અચાનક બાઇક પર ધસી આવેલા આશરે 25થી 30 વર્ષની ઉંમરનાં બે શખ્સ પૈકી એક શખ્સે ગળામાં ઝોંટ મારી પહેરેલો રૂ.70 હજારની કિંમતનો સાડા ત્રણ તોલાની સોનાની કંઠી તફડાવી નાસી ગયા હતા. પીએસઆઇ કે.એન.ડોડિયાએ બનાવ સ્થળ પાસેના સીસીટીવી કેમેરા તપાસવા તજવીજ શરૂ કરી છે.

X
મંદિરેથી દર્શન કરી ઘરે જઇ રહેલા વૃધ્ધાનું ગળું અડવું થયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી