રાજકોટ શહેરમાં સ્વાઈન ફ્લૂના બે નવા કેસ સામે આવ્યા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:51 AM IST
Rajkot News - latest rajkot news 035133
રાજકોટ શહેર અને જિલ્લામાં 20 દિવસ સુધી સ્વાઈન ફ્લૂનો એકપણ કેસ દેખાયો ન હતો આટલા દિવસ બાદ ગુરુવારે એક સાથે બે કેસ સામે આવ્યા છે. મોટામવામાં રહેતા 45 વર્ષીય મહિલા તેમજ રૈયારોડ પર વિઝન મારબલની પાછળના વિસ્તારમાં રહેતા 53 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. રાજકોટમાં હાલ 6 દર્દીઓ સ્વાઈન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે. જેમાં એક પોરબંદર, એક બોટાદ, બે રાજકોટ શહેર અને બે ગ્રામ્યના દર્દીઓ છે. રાજકોટ શહેરમાં સ્વાઈન ફ્લૂ પોઝિટિવનો આંક 50 થયો છે જેમાં 9 મોત નીપજ્યાં છે.

X
Rajkot News - latest rajkot news 035133
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી