વૃક્ષારોપણના અભિયાન વચ્ચે ટ્રી-ગાર્ડનો સ્ટોક પૂરો

વૃક્ષારોપણના અભિયાન વચ્ચે ટ્રી-ગાર્ડનો સ્ટોક પૂરો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:51 AM IST
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

ચોમાસા દરમિયાન જ શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે ત્યારે મહાનગરપાલિકા પાસે ટ્રી-ગાર્ડ ખલાસ થઇ ગયા છે. ટ્રી-ગાર્ડ નહીં હોવાથી શહેરીજનો દ્વારા થતી વૃક્ષારોપણની કામગીરી અટકી ગઇ છે. નવા ટ્રી-ગાર્ડ ખરીદી માટે મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી દીધી છે અને એક સપ્તાહમાં પીંજરા આવી જવાની સંભાવના છે.

મહાનગરપાલિકા વૃક્ષારોપણ માટે શહેરીજનોને સબસિડીમાં ટ્રી-ગાર્ડ આપી રહ્યું છે. તાજેતરમાં નવા રેસકોર્સ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં અને ત્યાર બાદ 2 ઓગસ્ટથી વન ડે થ્રી વોર્ડ વૃક્ષારોપણ અભિયાનમાં મોટા પ્રમાણમાં ટ્રી-ગાર્ડનો ઉપયોગ થયો હોવાથી હાલ મનપાના સ્ટોર વિભાગમાં ટ્રી-ગાર્ડનો સ્ટોક રહ્યો નથી. સ્ટોક પૂરો થઇ જતા સ્ટોર વિભાગે નવા ટ્રી-ગાર્ડની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરી છે અને એક સપ્તાહમાં નવા પીંજરા આવી જવાની સંભાવના છે. સ્ટોર વિભાગ પાસે ચોમાસા પહેલા 3315 ટ્રી-ગાર્ડનો સ્ટોક હતો. તેમાંથી નવા રેસકોર્સ ખાતે 630 નંગ મોકલવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વન ડે થ્રી વોર્ડ વૃક્ષારોપણમાં પીંજરા મોકલવાની સાથે સાથે કોર્પોરેટરોની પણ ડિમાન્ડ આવતા તેમને પણ આપવામાં આવ્યા છે. જેના કારણે મનપા પાસે ટ્રી-ગાર્ડનો સ્ટોક રહ્યો નથી.

શહેરીજનો વૃક્ષારોપણ કરે તે માટે પીંજરા પર મનપા સબસિડી આપી રહ્યું છે. મહાનગરપાલિકાની એક પીંજરાની ખરીદ કિંમત રૂ.974.20 છે, જ્યારે શહેરીજનોને તે પીંજરું રૂ.500માં આપવામાં આવે છે. જો કોઇ નગરસેવક પોતાના લેટરપેડ પર ભલામણ કરે તો એક પીંજરું રૂ.250માં જ આપવામાં આવે છે

X
વૃક્ષારોપણના અભિયાન વચ્ચે ટ્રી-ગાર્ડનો સ્ટોક પૂરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી