તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ઘાયલ કંચનબેનનું પણ મોત, 9 મૃતદેહ રાજકોટ લવાયા, આજે અંતિમ સંસ્કાર

ઘાયલ કંચનબેનનું પણ મોત, 9 મૃતદેહ રાજકોટ લવાયા, આજે અંતિમ સંસ્કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડના ગંગોત્રીમાં અકસ્માતમાં મૃત્યુ પામનારા 9 લોકોના મૃતદેહ શનિવારે સાંજે હવાઈમાર્ગે રાજકોટ લવાયા હતા. શુક્રવારે રાજકોટના 7નાં મોત થયા હતા, પણ સારવાર દરમિયાન કંચનબેન બેચરભાઈ રામપરિયાનું અવસાન થતા રાજકોટનો મૃતકઅાંક 8 થયો છે અને ત્રણ દંપતીનાં મોત થયા છે, તો વળી પુના નિવાસી બેચરભાઈ વેગડ નિ:સંતાન હોઇ ત્યાં કોઇ સંબંધી ન હોવાથી તેમના મૂળ ગામ જોડિયા તાલુકાના વીરપર સંબંધીઓને ત્યાં પાર્થિવ દેહ પહોંચાડવા તેમને પણ રાજકોટ લવાયા હતા. કડિયા જ્ઞાતિના અગ્રણી નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટના 7 મૃતકોના શબ એરપોર્ટથી સીધા સિવિલ લઇ જવાશે ત્યાં વહેલી સવારે 6.30 કલાકે તમામના નિવાસ સ્થાને પહોંચાડી દેવાશે. તમામ વિધિઓ પૂર્ણ કરી અંતિમયાત્રા નીકળશે અને તમામને એકસાથે રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર અપાશે.

બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મૃતકો માટે ઇલેક્ટ્રિક શબ પેટી તૈયાર કરાઇ છે જેમાં ઓછા તાપમાને શબને આખી રાત રાખવામાં આવશે. આ ઉપરાંત પરિવારજનોને વિનંતી કરાઈ છે કે તેમના નિહારના સામાનની જવાબદારી ટ્રસ્ટને આપવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજે 5.30 કલાકે ગાયત્રીનગર આવશે જ્યાં તમામ મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી તમામને સાંત્વના આપશે.

અન્ય સમાચારો પણ છે...