Home » Saurashtra » Latest News » Rajkot City » ગોંડલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢાને કારે ઠોકરે લીધા, મોત

ગોંડલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢાને કારે ઠોકરે લીધા, મોત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:51 AM

શહેરના ગોંડલ રોડ અને કુચિયાદડ ગામ નજીક બનેલા અકસ્માતના બે બનાવામાં પ્રૌઢા અને યુવાનનાં મોત નીપજ્યાં છે. મળતી...

  • ગોંડલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા પ્રૌઢાને કારે ઠોકરે લીધા, મોત
    શહેરના ગોંડલ રોડ અને કુચિયાદડ ગામ નજીક બનેલા અકસ્માતના બે બનાવામાં પ્રૌઢા અને યુવાનનાં મોત નીપજ્યાં છે. મળતી વિગત મુજબ, ગોંડલ રોડ, પરિન ફર્નિચર પાછળ રહેતા કૌશિલાબેન પદ્મબહાદુર તૈલી નામના પ્રૌઢા બુધવારે રાતે ઘર નજીક રહેતી દીકરીના ઘરે બેસીને પરત તેમના ઘરે જતાં હતા. ત્યારે ગોંડલ રોડ ક્રોસ કરી રહ્યાં હતા. તે વેળાએ પૂરઝડપે ધસી આવેલી કાર પ્રૌઢાને ઠોકર મારી નાસી ગઇ હતી. કારની ઠોકર બાદ માથામાં ગંભીર ઇજા સાથે પ્રૌઢાને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે પ્રૌઢાનાં પુત્ર ગગનબહાદુરની ફરિયાદ પરથી પોલીસે સફેદ રંગની અજાણ્યા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

    અન્ય એક બનાવમાં બેટી રામપરા ગામે રહેતા જગદીશભાઇ સુરાભાઇ ભલગામડિયા અને તેમનો ભત્રીજો દલસુખ લક્ષ્મણભાઇ ભલગામડિયા સાથે બાઇક પર બેટીથી કુવાડવા જઇ રહ્યાં હતા. ત્યારે કુચિયાદડ નજીક આગળ જઇ રહેલા ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતાં કાકા-ભત્રીજાને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જગદીશભાઇનું મોત નીપજ્યું હતું. જગદીશભાઇનાં મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ