જિલ્લામાં 9019 ખેડૂત પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી, 1060ને 10 કરોડનું ચૂકવણું થયું

રાજકોટ જિલ્લામાં 8 કેન્દ્ર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.15 નવેમ્બરથી લઈને ગુરુવાર સુધી 9019 ખેડૂત પાસે મગફળીની...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:51 AM
Rajkot News - latest rajkot news 035129
રાજકોટ જિલ્લામાં 8 કેન્દ્ર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.15 નવેમ્બરથી લઈને ગુરુવાર સુધી 9019 ખેડૂત પાસે મગફળીની ખરીદી કરવામાં અાવી છે.જે પૈકી 1060 ખેડૂતને 10 કરોડનું પેમેન્ટ કરવામાં આવ્યું છે.સાથે ખરીદી પણ ચાલુ છે.ગત વર્ષે મગફળી કૌભાંડ થયા એમાંથી સરકાર અને વહીવટી તંત્રે ઘડો લાડવો લીધો હોય એમ નિયમો સહિત અનેક બાબતોમાં ફેરફાર કરાયા છે.ગત વખતે થયેલી ભૂલ આ વખતે ન થાય તે માટેની તકેદારી પણ રાખી છે. આ અંગે વધુ માહિતી આપતા સિવિલ સપ્લાય કોર્પોરેશનના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેનેજર જયેશકુમાર ડોડિયાએ જણાવ્યું છે કે,આ વખતે રજિસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોમાં ફુલપ્રૂફ સિસ્ટમ રાખવામાં આવી છે.રજિસ્ટ્રેશન વખતે જ તમામ વિગતો ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે છે.આ બધી વિગતો ગાંધીનગર મોકલવામાં આવે છે, જ્યાં પણ તેનું નિરીક્ષણ થાય છે.પેમેન્ટ માટેની નવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે.તેને કારણે શરૂઆતના તબક્કામાં પેમેન્ટ મોડા મળવાની ફરિયાદ ઊઠી હતી. જો કે હવે ખરીદીથી માંડીને પેમેન્ટની તમામ પ્રક્રિયા રાબેતા મુજબ થઇ ગઇ છે.

X
Rajkot News - latest rajkot news 035129
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App