JEE મેઇન | 1થી 30 સપ્ટેમ્બર, NEET | 1થી 31 ઓક્ટોબર

એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:51 AM
JEE મેઇન | 1થી 30 સપ્ટેમ્બર, NEET | 1થી 31 ઓક્ટોબર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે અગત્યની જેઇઇ મેઇન અને મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવાની જાહેરાત કરાયા બાદ પ્રથમ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં જાન્યુઆરી 2019માં લેવાનારી JEE MAINની પરીક્ષાના ફોર્મ 1લી સપ્ટેમ્બરથી ઓનલાઇન ભરી શકાશે અને ફેબ્રુઆરીમાં લેવાનારી NEETની પરીક્ષા માટે 1 ઓક્ટોબરથી પરીક્ષા લઇ શકાશે. જેઇઇ-મેઇન અને નીટની વર્ષ દરમિયાન લેવાનારી ચારેય પરીક્ષાની તારીખ નક્કી કરી આ પરીક્ષાઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ દ્વારા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને પરીક્ષાઓ કમ્પ્યૂટર બેઝડ(CBT) પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. વર્ષ-2019 પૂરતું પેપર એન્ડ પેન બેઝડ(ઓફલાઇન) પરીક્ષા રાખવા માટે વિચારણા ચાલી રહી છે. આ અંગે જેઈઈ અને નીટ એક્સપર્ટ નિલેશ ટિટિયાએ જણાવ્યું હતું કે, જેઇઇ અને નીટની પરીક્ષાઓનું આ નવું ફોર્મેટ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નિવડશે તેવી આશા છે.

શૈક્ષણિક

જેઇઇ મેન અને નીટની પરીક્ષાનો કાર્યક્રમ

જેઇઇ મેઇનનો જાન્યુઆરી-2019નો કાર્યક્રમ

ઓનલાઇન ફોર્મ સબમિશન (પરીક્ષા-1):1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2018

પરીક્ષાની તારીખ: 6 જાન્યુ.થી 20 જાન્યુઆરી 2019

પરીક્ષાનું પરિણામ: ફેબ્રુઆરી 2019ના પ્રથમ સપ્તાહમાં

જેઇઇ મેઇનનો એપ્રિલ-2019નો કાર્યક્રમ

ઓનલાઇન ફોર્મ સબમિશન (પરીક્ષા-2): ફેબ્રુઆરી-2019ના બીજા સપ્તાહથી

પરીક્ષાની તારીખ: 7 એપ્રિલ થી 21 એપ્રિલ 2019

પરીક્ષાનું પરિણામ: મે-2019ના પ્રથમ સપ્તાહમાં

નીટનો ફેબ્રુઆરી-2019નો કાર્યક્રમ

ઓનલાઇન ફોર્મ સબમિશન (પરીક્ષા-1): 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2018

પરીક્ષાની તારીખ: 3 ફેબ્રુ.થી 17 ફેબ્રુઆરી 2019

પરીક્ષાનું પરિણામ: માર્ચ-2019ના પ્રથમ સપ્તાહમાં

નીટની મે-2019ની પરીક્ષાનો કાર્યક્રમ

ઓનલાઇન ફોર્મ સબમિશન (પરીક્ષા-2): માર્ચ-2019ના બીજા સપ્તાહમાં

પરીક્ષાની તારીખ: 12 મેથી 26 મે 2019

પરીક્ષાનું પરિણામ: જૂન-2019ના પ્રથમ સપ્તાહમાં

X
JEE મેઇન | 1થી 30 સપ્ટેમ્બર, NEET | 1થી 31 ઓક્ટોબર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App