Home » Saurashtra » Latest News » Rajkot City » RTOએ ગેરકાયદે સ્કૂલવાન સામે ધોકો પછાડ્યો: 19 વાન ડિટેન

RTOએ ગેરકાયદે સ્કૂલવાન સામે ધોકો પછાડ્યો: 19 વાન ડિટેન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:51 AM

RTO-ટ્રાફિકના નિયમભંગ કરનારા સ્કૂલવાન ચાલક દંડાયા

  • RTOએ ગેરકાયદે સ્કૂલવાન સામે 
 ધોકો પછાડ્યો: 19 વાન ડિટેન
    ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

    શહેરમાં બેરોકટોક આરટીઓ અને ટ્રાફિકના નિયમભંગ કરતી સ્કૂલવાન સામે ઘણા સમય બાદ આખરે આરટીઓ તંત્રે ધોકો પછાડતા નિયત મર્યાદાથી વધુ વિદ્યાર્થીઓ બેસાડતા, ટ્રાફિક અને આરટીઓના નિયમનું પાલન નહીં કરતા, ફિટનેસ ટેસ્ટ નહીં કરાવતા, પરમિટ વિનાની અનેક સ્કૂલવાન ગુરુવારે આરટીઓની ઝપટે ચડી હતી. જેમાંથી 19 જેટલી સ્કૂલવાનને ગંભીર બેદરકારી બદલ ડિટેન કરવામાં આવી છે. સ્કૂલવાન અને રિક્ષામાં પણ કેપેસિટીની સામે 8થી વધુ બાળકોને ઘેટાં-બકરાંની જેમ બેસાડેલા હોય છે. બાળકો અને અન્ય મુસાફરોની સલામતી જોખમમાં મૂકતા સ્કૂલવાન અને રિક્ષાચાલકો સામે આગામી દિવસોમાં પણ આકરી કાર્યવાહી કરાશે.

    આરટીઓની સઘન કાર્યવાહી

    રાજકોટ આરટીઓ દ્વારા ગુરુવાર સવારથી ટ્રાફિક ડ્રાઈવના ભાગ રૂપે સ્કૂલ વર્ધીના વાહનો પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

    સ્કૂલવાન ચાલકો પાસે આ પુરાવા હોવા જરૂરી

    ફિટનેસ સર્ટિફિકેટ પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર ડ્રાઈવિંગ લાઇસન્સ રજિસ્ટ્રેશન પેપર ઇન્સ્યોરન્સના પેપર સ્કૂલવાનની પરમિટ

    નિયમભંગ કરનાર સ્કૂલવાન-રિક્ષા ડિટેન કરાશે

    શહેરમાં મોટી સંખ્યામાં સ્કૂલવાન અને રિક્ષાઓ આરટીઓ અને ટ્રાફિકના નિયમભંગ કરીને દોડી રહી છે. આવા રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આરટીઓ સમયાંતરે ચેકિંગ ઝુંબેશ હાથ ધરે છે. બેદરકારી દાખવનાર ચાલકોની રિક્ષા ડિટેન કરાશે. ડી.એમ. મોજીદ્રા, આરટીઓ, રાજકોટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending