Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » ગંજીવાડામાં કાર સાઇડમાં લેવાનું કહેતા વેપારી-પુત્ર પર હુમલો

ગંજીવાડામાં કાર સાઇડમાં લેવાનું કહેતા વેપારી-પુત્ર પર હુમલો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:51 AM

શહેરના ગંજીવાડામાં રોડ વચ્ચે કાર ઊભી રાખનાર શખ્સોને કાર સાઇડમાં લેવાનું કહેતા આઠ શખ્સો વેપારી અને તેના પુત્ર પર...

  • ગંજીવાડામાં કાર સાઇડમાં લેવાનું કહેતા વેપારી-પુત્ર પર હુમલો
    શહેરના ગંજીવાડામાં રોડ વચ્ચે કાર ઊભી રાખનાર શખ્સોને કાર સાઇડમાં લેવાનું કહેતા આઠ શખ્સો વેપારી અને તેના પુત્ર પર હુમલો કરી લૂંટી લીધાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

    બનાવ અંગે ગંજીવાડા-31માં રહેતા ભંગારના વેપારી સિરાજભાઇ કાસમભાઇ જુણેજાએ સ્ક્રોર્પિયોમાં રહેલા સાતથી આઠ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ગત મોડી રાતે સિરાજભાઇ પુત્ર સમીર, પત્ની સાથે મહેસાણાથી પરત રાજકોટ આવ્યાં હતા. ત્યારે ગંજીવાડા મેઇન રોડ પર એક રાજકોટ પાસિંગ વાળી સ્ક્રોર્પિયો રોડ વચ્ચે ઊભી હોય કાર પાસે ઊભેલા કારચાલકને કાર સાઇડમાં લેવાનું કહ્યું હતું. જેથી કારમાંથી ચાલક સહિત આઠેક શખ્સો નીચે આવી ઝઘડો કરી એક શખ્સે હાથમાં પહેરેલા કડાથી માર માર્યો હતો. આ સમયે પુત્ર સમીર વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. જેમાં સિરાજભાઇને માથામાં ઇજા થઇ હતી. આ સમયે આઠ શખ્સ પૈકી એક શખ્સે ગળામાંથી રૂ.એક લાખની કિંમતનો સોનાનો ચેઇન ખેંચી લઇ બધા કારમાં નાસી ગયા હતા. પીએસઆઇ પી.ડી.જાદવે કાર નંબરનાં આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

    ભંગારના વેપારીની ફરિયાદ પરથી રાયોટ, લૂંટનો ગુનો નોંધાયો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending