ફાઇનાન્સની ઓફિસમાંથી 57 હજારની ચોરી, 3 ઓફિસમાં ચોરીનો પ્રયાસ

કેકેવી ચોકમાં એક કોમ્પ્લેક્સમાં 4 દુકાનને નિશાન બનાવતા તસ્કરો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:51 AM
ફાઇનાન્સની ઓફિસમાંથી 57 હજારની ચોરી, 3 ઓફિસમાં ચોરીનો પ્રયાસ
શહેરના કાલાવડ રોડ, કેકેવી ચોક પાસે આવેલા કેવલમ કોર્નર કોમ્પ્લેક્સમાં ખાબકેલા તસ્કરોએ ચાર ઓફિસોને નિશાન બનાવી છે. જો કે, તસ્કરોને એક જ ઓફિસમાંથી રોકડ રકમ હાથ લાગી હતી, જ્યારે આ જ કોમ્પ્લેક્સની અન્ય ત્રણ ઓફિસોમાં તસ્કરોને કંઇ હાથ લાગ્યું ન હતું. પોલીસે કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી તસ્કરોનું પગેરું દબાવવા કવાયત હાથ ધરી છે.

બનાવ અંગે શ્રેય ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ નામની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં જૂનાગઢના મુકુંદભાઇ જયંતીલાલ બુટાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગુરુવારે સવારે નિત્યક્રમ મુજબ તેઓ ઓફિસ પહોંચતા ઓફિસનાં શટર અને દરવાજા તૂટેલા જોવા મળ્યાં હતા. અંદર તપાસ કરતાં તિજોરી પણ તૂટેલી દેખાઇ હતી. જેમાં રોકડા રૂ.57,040 હતા જે ગાયબ જણાયા હતા. આ ઉપરાંત આ જ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી અન્ય ત્રણ ઓફિસને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી. જો કે, તસ્કરોને તેમાં સફળતા મળી ન હતી. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પી.એ.ગોહિલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. કોમ્પ્લેક્સમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. તસ્કરોએ ચાર-ચાર ઓફિસને નિશાન બનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

X
ફાઇનાન્સની ઓફિસમાંથી 57 હજારની ચોરી, 3 ઓફિસમાં ચોરીનો પ્રયાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App