તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુદ્દત વિત્યે ફોજદારી દાખલ કરાશે

મુદ્દત વિત્યે ફોજદારી દાખલ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાલી બારદાન ગત માર્ચ માસમાં સળગી ગયા હતા.આના કારણે યાર્ડના પ્લેટફોર્મને 2.50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, તેમજ છેલ્લા 5 માસથી ઓફિસનું ભાડું ચૂકવ્યું નથી. જેની કિંમત 75 હજાર થાય છે. આ બન્ને માટે યાર્ડ તરફથી ગુજકોટને નોટિસ આપવામાં આવી છે.આ માટે યાર્ડ તરફથી ગુજકોટના સત્તાધીશોને 7 દિવસનો જવાબ આપવાની મુદત અપાઇ છે.

જો આ સમય મર્યાદામાં નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો ફોજદારી દાખલ કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૂના યાર્ડમાં ખાલી બારદાનમાં આગ લાગવાથી યાર્ડની મિલકતને 2.50 કરોડનું નુકસાન થયું છે.અોફિસનું ભાડું દર મહિને 15 હજાર નક્કી કરવામાં આવ્યું હતું. જે છેલ્લા 7 માસથી ચૂકવવામાં આવ્યું નથી. આ ગણતરી ભાડાના 75 હજાર અને નુકસાની પેટે 2.50 કરોડ રૂપિયા ગુજકોટ પાસેથી વસૂલવાના થાય છે.આ લેણી રકમની વસૂલાત માટે યાર્ડે નોટિસ આપી છે.જો તેનો જવાબ નહીં મળે તો આ સંદર્ભમાં કાનૂની કાર્યવાહી થશે. કાનૂની કાર્યવાહી શું કરવી તે અંગે આગામી માસમાં મળનારી બેઠકમાં દરખાસ્ત કરવામાં આવશે અને ત્યાર બાદ આ અંગે નિર્ણય લેવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...