દિનેશ કારિયાએ પુન: બનાવેલા ઓટાનું ડિમોલિશન કરો : કોંગ્રેસ

દિનેશ કારિયાએ પુન: બનાવેલા ઓટાનું ડિમોલિશન કરો : કોંગ્રેસ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:51 AM IST
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાએ ગત રવિવારે ટ્રાફિક ઝુંબેશના ભાગરૂપે જ્યુબિલી શાકમાર્ટે પાસે ભાજપ અગ્રણી દિનેશ કારિયાની દુકાનના ઓટાનું ડિમોલિશન કર્યું હતું અને કારિયાએ પોલીસ સાથે માથાકૂટ પણ કરી હતી. માથાકૂટ બાદ પોલીસ અધિકારીની બદલી થઇ અને બીજી તરફ કારિયાએ પોતાના ડિમોલિશન થયેલા ઓટો ફરી બનાવી લીધો હતો. આ ઓટાનું ફરી ડિમોલિશન કરવા મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસના કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી.

મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ ગુરુવારે કમિશનરને દિનેશ કારિયાએ પુન: બનાવેલા ઓટાનું ડિમોલિશન કરવા રજૂઆત કરી હતી. સાગઠિયાએ જણાવ્યું હતું કે, મેટ્રો શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. જેના ઉકેલ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશના પગલે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર ઓટા અને અન્ય દબાણો હટાવવા કમર કરી છે. આ ઝુંબેશ વેગવાન બની છે તેમાં રાજકોટ શહેરમાં ભાજપના આગેવાનો દાદાગીરી અને ગુંડાગીરી કરી અધિકારીઓને સમસ્યા હલ કરતા અટકાવી રહ્યા છે. ભાજપના આગેવાનોને દબાણની મંજૂરી મળી ગઇ હોય તેમ ફરીથી ઓટાનું ગેરકાયદેસર બાંધકામ કરી નાખ્યું છે અને કમિશનર તથા મહાનગરપાલિકાને પડકાર ફેંક્યો છે. મહાનગરપાલિકા એકને ગોળ બીજાને ખોળની નીતિ બંધ કરી કાયદો દરેક માટે સમાન છે તેની પ્રતીતિ રાજકોટને કરાવે તેવી અમારી માગી છે.

‘આ ઓટો દિનેશ કારિયાનો છે’ દુકાનોના શટર પર કટાક્ષ

કોઇ ટીખળખોરોએ ગુરુવારની રાત્રીએ શહેરના વિવિધ વિસ્તારની દુકાનોના શટર પર ‘આ ઓટલો દિનેશ કારિયાનો છે’ તેમ લખી તંત્ર પર ભારે કટાક્ષ કરી તંત્રના નિર્ણય મામલે રમૂજ ફેલાવી હતી.

X
દિનેશ કારિયાએ પુન: બનાવેલા ઓટાનું ડિમોલિશન કરો : કોંગ્રેસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી