Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - સરદાર પટેલ ભવનમાં સેવા આપતા કોન્સ્ટેબલની બદલી, રૂપાપરાની ઓફિસમાં વિદ્યાર્થીઓનો હોબાળો

સરદાર પટેલ ભવનમાં સેવા આપતા કોન્સ્ટેબલની બદલી, રૂપાપરાની ઓફિસમાં વિદ્યાર્થીઓનો હોબાળો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:51 AM

Rajkot News - થોડા સમય પૂર્વે રમેશ રૂપાપરાએ કોન્સ્ટેબલને બદલી કરી નાખવાની ધમકી આપીalt146તી

 • Rajkot - સરદાર પટેલ ભવનમાં સેવા આપતા કોન્સ્ટેબલની 
 બદલી, રૂપાપરાની ઓફિસમાં વિદ્યાર્થીઓનો હોબાળો
  ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

  ખોડલધામ વિદ્યાર્થી સમિતિ સરદાર પટેલ ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ ચલાવી રહી છે. જેમાં વિનામૂલ્યે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવવા માટે ત્યાં આવતા લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની બદલી રમેશ રૂપાપરાએ કરાવતા વિદ્યાર્થીઓ રોસે ભરાયા હતા. વિદ્યાર્થીઓ રૂપાપરાની ઓફિસે ધસી જઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે બાદમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો હતો.

  માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ ભવનનું સંચાલન સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન કરી રહ્યું છે. આ ભવનમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા કરાવવામાં આવી રહી છે. વિદ્યાર્થી સમિતિના કાર્યકર્તા સંજય ખાખરિયા ચાર માસ પહેલા કોન્સ્ટેબલની ભરતીમાં પાસ થતા લોધિકા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને સરદાર ભવનમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પરીક્ષાની તૈયારી કરાવે છે. થોડા દિવસ પહેલા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ફાઉન્ડેશનના નવા નવા ટ્રસ્ટી બનેલા પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારે રૂપાપરાએ કોન્સ્ટેબલ સંજય ખાખરિયાને બદલી કરાવી નાખવાની ધમકી આપી હતી.

  રૂપાપરાએ ધમકી આપ્યાના થોડા દિવસોમાં જ ખાખરિયાની પાટણવાવ બદલીનો ઓર્ડર આવતા ભવનમાં પરીક્ષાની તૈયારી માટે આવતા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. નારાજ વિદ્યાર્થીઓ મંગળવારે સવારે રૂપાપરાની 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ઓફિસ ખાતે ધસી જઇ સૂત્રોચ્ચાર કર્યો હતો. ખાખરિયાની બદલી તાત્કાલિક અટકાવવા માગ કરી હતી. આ સમયે રૂપાપરાએ વિદ્યાર્થીઓને કહ્યું કે, મેં બદલી કરાવી નથી, બદલી અંગે મને કંઇ ખ્યાલ પણ નથી. દરમિયાન ખોડલધામના નરેશ પટેલે ફોન કરી વિદ્યાર્થીઓને ત્યાંથી નીકળી જવા સૂચના આપી હતી. નરેશ પટેલના ફોન બાદ મામલો શાંત પડ્યો હતો.

  બોલાચાલી થઇ નથી, માત્ર રજૂઆત કરી છે

  વિદ્યાર્થીઓએ મંગળવારે રૂપાપરાની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.

  ભવન ખાલી કરવા વિદ્યાર્થી સમિતિને ધમકી આપી’તી

  ખોડલધામ સમિતિ અને સરદાર પટેલ ભવન વચ્ચે છેલ્લા થોડા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ખોડલધામ વિદ્યાર્થી અને મહિલા સમિતિની ઓફિસ પણ સરદાર ભવન ખાતે જ આવેલી છે. થોડા દિવસ પહેલા રમેશ રૂપાપરાએ વિદ્યાર્થી સમિતિના કાર્યકરોને ભવન ખાલી કરવા ધમકાવ્યા હતા.

  સરદાર ભવનમાં રૂપાપરા ટ્રસ્ટી બન્યા ત્યારથી ફાઉન્ડેશન અને ખોડલધામ વચ્ચે વિવાદ વધ્યા

  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા ટ્રસ્ટી તરીકે જોડાયા બાદ ફાઉન્ડેશન અને ખોડલધામ વચ્ચે વિવાદો વધી ગયા છે. અગાઉ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ સરદાર ભવનના બિલ્ડિંગમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ ચલાવતા ખોડલધામ વિદ્યાર્થી સમિતિને ત્યાંથી હાકી કાઢવાની વાત કરી હતી. ત્યારે રૂપાપરા સરદાર ભવનમાં ગયા હતા અને તે સમયે ખોડલધામ વિદ્યાર્થી સમિતિના કાર્યકરો સાથે બોલાચાલી થઇ હતી. રૂપાપરા ટ્રસ્ટી તરીકે ફાઉન્ડેશનમાં જોડાયા બાદ ખોડલધામ અને ફાઉન્ડેશન વચ્ચે તનાવ વધ્યો છે.

  કોન્સ્ટેબલ સંજય ખાખરિયાએ જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે મારી બદલી પાટણવાવ ખાતે કરવામાં આવી હોવાનો ઓર્ડર મને મળ્યો હતો. આ ઓર્ડર મળ્યા બાદ મારી બદલી અટકાવવા માટે વિદ્યાર્થીઓ રમેશ રૂપાપરાની ઓફિસે ગયા હતા અને ત્યાં બદલી અટકાવવા રજૂઆત કરી છે. કોઇ બોલાચાલી થઇ નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ