તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેરાલામાં પૂરને કારણે વેરાવળ તિરુવંતપુરમ ટ્રેન રદ

કેરાલામાં પૂરને કારણે વેરાવળ-તિરુવંતપુરમ ટ્રેન રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

કેરાલાના તિરુવંતપુરમ સહિતના અનેક સ્થળે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ટ્રેન નં.16334 તિરુવંતપુરથી વેરાવળ આવતી 20 ઓગસ્ટની ટ્રેન રદ કરવામાં આવતા 23 ઓગસ્ટની ટ્રેન નં.16333 વેરાવળ- તિરુવંતપુરમ પણ રદ કરવામાં આવી છે. કેરાલામાં ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારને પણ માઠી અસર થઇ છે. વેરાવળથી દર ગુરુવારે સવારે 4.25 કલાકે ઉપડતી અને શનિવારે સવારે 6.05 કલાકે તિરુવંતપુરમ સેન્ટ્રલ પહોંચે છે. દક્ષિણમાં ભારે વરસાદ અને રેક નહીં મળવાને કારણે આ ટ્રેન રદ કરવામાં આવતા યાત્રિકોને ભારે મુશ્કેલી થઇ છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર ગુરુવારે સવારે 8.35 કલાકે આવી પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...