તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બારદાનકાંડમાં વેપારીઓ સહિત 20 શખ્સની પૂછપરછ કરાઈ

બારદાનકાંડમાં વેપારીઓ સહિત 20 શખ્સની પૂછપરછ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગ બાદ બચી ગયેલો 15.80 લાખનો માલ પેઢલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવડિયા અને તેના મળતિયાઓએ સગેવગે કર્યાનું પોલીસે જાહેર કર્યું હતું. જો કે આગ કઇ રીતે લાગી તે જાણી શકાયુ નથી પણ આગ બાદની ઘટના પોલીસને હાથ લાગી છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં મગન સહિત 8 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મામલે પોલીસે સોમવારે 20 શખ્સોની પૂછપરછ કરી હતી.

રાજકોટના જૂના મગફળી યાર્ડમાં બારદાન રાખવામાં ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠી હતી. આ આગ કોણે લગાવી અને કઇ રીતે લાગી તેમાં પોલીસ ફીફા ખાંડી રહી છે. પણ, આગમાંથી બચી ગયેલા બારદાનમાંથી 15.80 લાખના બારદાન બારોબાર વેચાઈ ગયાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ બારદાન પણ જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા મગન ઝાલાવડિયા અને તેના મળતિયાઓએ કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે મગન સહિત 8 શખ્સો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. મગન હાલ જિલ્લા પોલીસની કસ્ટડીમાં છે એટલે તેના ટ્રાન્સફર ઓર્ડર લઇ બી ડિવિઝનમાં બારદાનની પૂછપરછ માટે લવાશે. પી.આઈ. આર. એસ. ઠાકરના જણાવ્યા અનુસાર મંગળવારે મગનની કસ્ટડી લઇ લેવામાં આવશે. તેની પાસેથી વિગતો મેળવીને અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સોમવારે બારદાન અને મગફળીઓના વેપારીઓ સહિત 20 શખ્સની પૂછપરછ કરી હતી. જો કે તેમાંથી નક્કર પુરાવા હજુ ન મળ્યાનું જાણવા મળ્યું છે.

શાપરમાં લાગેલી આગના ફરીથી નમૂના લેવાશે
શાપર-વેરાવળના મગફળીના ગોડાઉનમાં આગને કારણે કરોડોની મગફળી ભસ્મીભૂત થઇ ગઇ હતી. આગ બાદ ગોડાઉન સીલ કરી દેવાયું છે. આ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી અને તેમાં કશું ઉકાળી શકાયું નથી. તપાસના આટલા સમય વિત્યા બાદ આગના ફરીથી નમૂના લઇ એફએસએલમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ માટે જિલ્લા પુરવઠા તંત્રને સાથે રાખીને કામ કરવામાં આવશે તે માટે પત્ર પણ પાઠવી દેવાયો છે. જો કે આ નમૂના લેવા માટે હજુ ગાંધીનગરથી લીલીઝંડી આવી નથી. ગાંધીનગરથી નમૂના લેવા માટે મંજૂરી આવે પછી જ કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...