2.50 લાખની ચોરી કરનાર મહિલા પકડાઇ

કોઠારિયા રોડ, ગીતાંજલિ પાર્કમાં કિશોરભાઇ બાબુભાઇ નિશીત નામના કારખાનેદારના મકાનના ફળિયામાંથી અઠવાડિયા પહેલા...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:51 AM
Rajkot News - latest rajkot news 035107
કોઠારિયા રોડ, ગીતાંજલિ પાર્કમાં કિશોરભાઇ બાબુભાઇ નિશીત નામના કારખાનેદારના મકાનના ફળિયામાંથી અઠવાડિયા પહેલા રૂ.2.50 લાખની રોકડ ભરેલી બેગની ચોરી થઇ હતી. કારખાનેદારની તપાસમાં કોઇ મહિલા રોકડ ભરેલી બેગ તફડાવી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાઇ હતી. કારખાનેદારની પૂછપરછમાં મહિલા રોકડ ભરેલી બેગ ચોરી કરી ગયાનું જણાવતા માર્કેટ યાર્ડ પાસેની માલધારી સોસાયટીમાં રહેતી અને અગાઉ પણ ચોરીનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી લીલા ધીરૂ વાઘેલાનું નામ ખૂલતા પોલીસે લીલાને ઝડપી લીધી હતી અને તેની પાસેથી ચોરાયેલી રૂ.2.50 લાખની રોકડ કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

X
Rajkot News - latest rajkot news 035107
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App