તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot 80 ટકાથી વધુ માર્કસ લેનાર વિદ્યાર્થીના હિતમાં પેપર ચકાશો

80 ટકાથી વધુ માર્કસ લેનાર વિદ્યાર્થીના હિતમાં પેપર ચકાશો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી 12 ઓક્ટોબરે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેમાં બોર્ડના સભ્યોએ અલગ અલગ પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં બોર્ડના સભ્ય નરેન્દ્ર વાઢેરે એવો પ્રશ્ન કર્યો છે કે, ધો. 10 અને 12માં એક વિષયમાં નાપાસ થયા હોય અને બાકીના તમામ વિષયમાં 80 ટકાથી વધુ માર્કસ આવ્યા હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના હિતમાં નાપાસ પેપરની ન્યાયિક ચકાસણી કરવામાં આવે છે કે નહીં, તેમજ એક વિષયમાં 80 ટકાથી વધુ માર્કસ હોય અને બાકીના તમામ વિષયમાં નાપાસ હોય તેવા સંજોગોમાં પાસવાળા વિષયના પેપરની ચકાસણી કરવામાં આવે છે કે નહીં, તેવો પ્રશ્ન કર્યો હતો.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આગામી 12 ઓક્ટોબરના મળશે. જેમાં સભ્યોએ વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્નો રજૂ કર્યા છે.

રાજકોટના નિદત્ત બારોટે જૂન 2016 અને 2017માં માધ્યમિક શાળાઓની કેટલી માગણી આવી હતી, કેટલી મંજૂર-નામંજૂર કરી, જે શાળાઓને મંજૂરી આપી તે શાળાઓની ચકાસણી બોર્ડ કરશે, કેટલી શાળાઓ બંધ છે, આ બંધ શાળાની નોંધણી રદ કરવાનો વિલંબ ક્યા કારણથી કરવામાં અાવે છે તેવો પ્રશ્ન કર્યો છે. બોર્ડના અન્ય સભ્ય લલિત વસોયાએ પોતાનો પ્રશ્ન બોર્ડના પરીક્ષા સચિવ આર.એચ.જુણકિયા બોર્ડમાં હાજર રહેતા નથી તો વિદ્યાર્થીના હિતમાં સભામાં જુણકિયાને હાજર રાખવા અંગે બોર્ડ વિચારે છે, ધો.12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-18માં લેવાયેલી પરીક્ષામાં ચાર્વીબેન યોગેશભાઇ પટેલને ફિઝિક્સ વિષયમાં ઓએમઆર પેપરનો ક્રમ બદલી જવાને કારણે થયેલા અન્યાય અંગે બોર્ડ શા માટે સુધારો કરી ન્યાય આપતું નથી, તેવો પ્રશ્ન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...